Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મવડીના નવલનગરમાં ગણેશદાદા બિરાજમાન : ગામઠી થીમ

બાળકો માટે ચિત્ર - વેશભૂષા - આરતી સુશોભન જેવી સ્પર્ધાઓ, છપ્પનભોગ : નવલનગર યુવા ગ્રુપનું આયોજન

રાજકોટ, તા. ૧૩ : મવડીના નવલનગર -૮માં આ વર્ષે ''લાલબાગ કા રાજા'' બિરાજશે. ગામઠીથીમ ઉપર સાજશણગાર કરવામાં આવ્યો છે. બાળકો અને બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી છે.

નવલનગર યુવા ગ્રુપ દ્વારા સતત ૮મા વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન નવલનગર -૮ મવડી રોડ ખાતે કરવામાં આવેલ છે. સમગ્ર વિસ્તારને ભવ્ય રોશનીથી શણગારેલ છે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૮ કલાકે ગણેશ દાદાની ભવ્ય આરતી કરવામાં આવેલ છે. તેમજ બાળકો માટે ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, બહેનો માટે આરતી સુશોભન સ્પર્ધા, દાંડીયા રાસ તેમજ છપ્પન ભોગનું આયોજન કરાય છે. સ્પર્ધામાં ૧ થી ૩ નંબરના વિજેતાઓને શિલ્ડ તથા ઈનામ આપવામાં આવે છે. તેમજ દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવે છે. દરરોજ દાદાને પ્રસાદીમાં અલગ અલગ મિઠાઈની પ્રસાદી અર્પણ કરી વિતરણ કરાય છે. તા.૧૩ ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગણેશજીનું સ્થાપન કરેલ અને તા.૨૩ના રોજ ડીજેના સથવારે વિસર્જન કરાશે.

આયોજનને સફળ બનાવવા ડો. પ્રદિપ ડવ (યુવા ભાજપ પ્રમુખ), જગદીશભાઈ અકબરી (શિવશકિત ડેરી), પરવેઝભાઈ તેજાણી (સૂર્યવંદના પેટ્રોલીયમ), વિમલભાઈ પાણખાણીયા (સ્માર્ટ કિડઝ પ્લે સ્કુલ), જાવેદભાઈ ઓડીયા, ધર્મેન્દ્રભાઈ ડાંગર (ભાજપ અગ્રણી), મહેન્દ્રભાઈ વાજા, ઉમેશભાઈ લીંબાચીયા, મેણંદભાઈ મિયાત્રા, પ્રફુલ્લભાઈ રાણપરીયા, જીજ્ઞેશભાઈ કરગથરા, દિવ્યેશભાઈ રાઠોડ, શિવરાજસિંહ જાડેજા (દોમડા), સંજયબાળા, જગદીશચંદ્ર વ્યાસ, પ્રવિણ પાડલીયા, શિવ વાના, મયંક દવે સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)