Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

આજનો પાણીકાપ રદ્દ : બે કલાક મોડુ વિતરણ

રાજકોટનો પાણીકાપ ટાળવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સફળ પ્રયાસો : સ્ટે.ચેરમેન કાનગડે રજાના દિવસે ઇજનેરોની રિવ્યુ બેઠક યોજી : પાણી - પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે સંકલન સાધી શહેરમાં નિયમીત પાણી વિતરણનું આયોજન ગોઠવવા સુચના આપી : પાણીકાપ વગરની વિતરણ વ્યવસ્થા માટે ચર્ચા-વિચારણા કરી

રાજકોટ તા. ૧૩ : નર્મદા પાઇપ લાઇન યોજના મારફત રાજકોટને નર્મદા નીર મળી રહ્યા છે જેના કારણે શહેરમાં દરરોજ ૨૦ મીનીટ નિયમીત પાણી વિતરણ શકય બને છે પરંતુ છેલ્લા ૧૫ દિવસથી નર્મદા નીર મળવામાં ધાંધિયા સર્જાતા શહેરીજનો ઉપર ઓચિંતો પાણીકાપ ઝીંકવામાં આવતા આ બાબતે જબરો દેકારો બોલી ગયો હતો. દરમિયાન રાજકોટનું હિત જેમના હૈયે હંમેશા છે તેવા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના પાણી પ્રશ્નની સતત ચિંતા કરી તેઓએ આ મુદ્દે અંગત રીતે પાણી - પુરવઠા બોર્ડમાં અધિકારીઓ સાથે ચર્ચા - વિચારણા કરી રાજકોટને પાણીકાપ ન આવે તે માટે નર્મદા નીર આપવા સુચનાઓ આપતા આજે નર્મદા નીર મળવા લાગ્યા અને આજે શહેરના સામાકાંઠા સહિત પાંચ વોર્ડમાં સામાકાંઠા સહિત પાંચ વોર્ડમાં જે પાણીકાપ અપાયો હતો તે રદ્દ કરાવી લોકોને ૨ કલાક મોડું પણ પાણી અપાયું હતું.

દરમિયાન સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડે આજે જાહેર રજાના દિવસે પણ ઇજનેરોને કચેરીએ બોલાવી રિવ્યુ બેઠક યોજેલ જેમાં આજે તેમજ આવનારા દિવસોમાં લોકોને પાણીકાપ વગરની વિતરણ વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા કરી હતી.

આ અંગે શ્રી કાનગડની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ શહેરમાં પાણી પુરવઠા માટે મહદઅંશે નર્મદા પર આધાર રાખવો પડે છે. ત્યારે ગઈ કાલે કોઈ કારણસર નર્મદાનું પાણી થોડું અનિયમીત થવાના કારણે શહેરમાં પાણી પુરવઠાના વિતરણમાં અંતરાય ઉભા થવાના સંજોગો દેખાતા મહાનગરપાલીકાના તમામ પદાધીકારીઓએ પુરતી સજાગતા દાખવી મહાનગરપાલીકાના સબંધક અધિકારીઓ સાથે ગઈકાલે મોડીરાતે તાકીદની મીટીંગ યોજી હતી.

આ અંગે માહીતી આપતા ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી ઉદયભાઈ કાનગડએ જણાવેલ છે કે મહાનગરપાલીકાના સબંધક અધિકારીઓ પાસેથી પાણી પુરવઠાની વર્તમાન પરીસ્થિતીની જાણકારી મેળવી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પરીસ્થિતીથી માહીતગાર કર્યા હતા.  અને પાણીપુરવઠા વિભાગના સબંધક અધિકારીઓ સાથે ટેલીફોનીક ચર્ચા પણ કરી હતી. રાજકોટની પાણીની પરીસ્થિતીથી ચીંતીત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત રાતભર સબંધક અધિકારીઓને સુચના આપતા રહેલ સાથોસાથ મહાનગરપાલીકાનું તંત્ર પણ આખી રાત ખડેપગે રહેલ છે. તેના પરીણામ રૂપે આજ સવારથી નર્મદાનું પાણી પુરતા ફોર્સથી આવવાનું શરૂ થયેલ છે. અને આગામી દિવસોમાં પણ નિયમીત અને પુરાફોર્સથી પાણી  મળતુ જ રહેશે અને શહેરનો કોઈ વિસ્તાર પાણી પુરવઠાથી વંચીત ન રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે ફરી આજરોજ મહાનગરપાલીકા ખાતે મીટીંગ યોજવામાં આવેલ. અને નિયતમીત તથા પુરતો પાણી પુરવઠો મળી રહે તેવી પરીસ્થીતી જાળવી રાખવા અને આમ છતાં કોઈ અંતરાય ઉભો થાય તો પણ એકાદ બે કલાક મોડું પણ પાણી વિતરણ કરવા તમામ અધિકારીઓને સુચના આપવામાં આવેલ છે.

આજની આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્નિભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, વોટરવર્કસ કમીટીના ચેરમેન બાબુભાઈ આહીર, ડેપ્યુટી કમિશ્નર જાડેજા, ગણાત્રા તથા નંદાણી, સીટી એન્જીનીયર રાજયગુરૂ, પંડયા , દોઢીયા તથા ડેપ્યુટી એન્જીનીયર ઢોલરીયા, પરમાર, કોટક તથા ઉમટ વિગેરે ઉપસ્થિત હતા.(૨૧.૨૫)

(3:53 pm IST)