Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

હસનવાડી મેઇન રોડ ઉપર બિરાજતા ''લાલ બાગ કા રાજા'': વિધ્નહર્તા દેવનું વાજતે-ગાજતેે સ્થાપન

હાસ્યનો ખળભળાટ-ભજન સંધ્યા-લોકડાયરો-શ્રીનાથજીની ઝાંખી-સત્યનારાયણ ભગવાનની કથા-રકતદાન કેમ્પ-ચોપડા વિતરણના કાર્યક્રમોઃ શિવમ ગ્રુપનું આયોજન

રાજકોટ તા.૧૩: શિવમ ગ્રુપ દ્વારા અવંતીકા પાર્કની સામે હસનવાડી મેઇન રોડ કોર્નર પાસે આજથી ૧૦ દિવસ સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.

આજે સાંજે પ.૩૦ વાગે નાસીકના ઢોલ ત્રાસા દ્વારા સામૈયા નિકળશે. બાદ ગણેશ સ્થાપન થશે. કાર્યક્રમો તા. ૧૬ ના રાત્રે ૯ વાગે જીતુભાઇ દ્વારકાવાળા દ્વારા હાસ્યનો ખળભળાટ તા. ૧૭ ના રાત્રે ૯.૩૦ ગોપાલ મહારાજની ભજન સંધ્યા, ૧૮ મીના રાત્રે ૯.૩૦ લોક ડાયરો, ૧૯ મીના રાત્રે ૯ વાગે આસીફ જેરીયા, પંકજ શેઠ પ્રસ્તુત આઠે સમાન ઝાંખી સાથે નૃત્ય વૃંદ ૪ર કલાકારોના કાફલાની શ્રીનાથજી ભગવાનની ઝાંખી, તા. ર૦ ના રાત્રે ૯.૩૦ સત્યનારાયણ ભગવાનની કથા, ર૧ મીના રાત્રે ૯.૩૦ થી ડાંડીયા રાસ રાખેલ છે. રર મીના સાંજે ૮ વાગ્યાથી ભાવિકજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા શિવમ ગ્રુપના અલ્પેશભાઇ પુજારા,બલરાજસિંહ, નરેશભાઇ ગઢવી, ભગવતભાઇ ગઢવી, રોહીતભાઇ ડાભી,  સબીરભાઇ, પિન્ટુભાઇ ઝાલા,  અલ્લાઉદીનભાઇ કારીયાણી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર સંદીપ બગથરીયા) (૧.૨૪)

(3:51 pm IST)