Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગજાનન દાદાના સારથી બનતા નીતિનભાઈ...

રેસકોર્ષમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવ આયોજીત થાય છે. આજે સવારે વાજતે - ગાજતે ગજાનન મહારાજની પધરામણી થઈ હતી.  વાહનમાં ગણપતિદાદા રેસકોર્ષ સુધી પધાર્યા ત્યારે થોડીક ક્ષણ ભાજપના નેતાએ રથનું ડ્રાઈવીંગ કર્યુ હતું. ગજાનન મહારાજના સારથી બનેલા નીતિનભાઈ પ્રસન્ન મુદ્રામાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • અમદાવાદમાં વેપારીનું અપહરણ- લૂંટ : ૧૦ લાખની ખંડણીની માંગ? : અમદાવાદના વસ્ત્રાપુરમાં વેપારીનું અપહરણ કરી બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે : વેપારીએ મહિલાને લીફટ આપ્યા બાદ આ ઘટના બની હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે : અપહરણકારોએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી વેપારીને પણ ઉપાડી ગયા : ૧૦ લાખની ખંડણીની માંગ કરી છે. access_time 3:44 pm IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST