Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રેસકોર્ષ મેદાનમાં બાપ્પાનું સ્થાપન : ઢોલ-ડી.જે.ની ધબધબાટી સાથે દાદાના સામૈયા

રાજકોટ : રેસકોર્ષ મેદાન ખાતે શહેર ભાજપ પ્રેરીત ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સિધ્ધી વિનાયક ધામનું સર્જન કરી આજે વાજતે ગાજતે ગણપતિ બાપાના સામૈયા કરી સ્થાપન કરાયુ હતુ. ઢોલ અને ડી.જે.ની ધબધબાટી સાથે મેયર બંગલેથી વાજતે ગાજતે ગણેશજીની વરણાંગી યોજી રેસકોર્ષ ઓપન એર થીએટર કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે સ્થાપન કરવામાં આવેલ. વેદોકત મંત્રોચ્ચારથી વાતાવરણ ધર્મમય બની રહેલ. મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના ભાલે કુમકુમ તિલક કરી ગણપતિ બાપા મોરીયાના નાદ ગજાવાયા હતા. કલેકટર રાહુલ ગુપ્તા, શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા સહીતના અધિકારીઓએ મહાઆરતીનો લ્હાવો લીધો હતો. મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણી, મુખ્ય માર્ગદર્શક ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી જુનાગઢ જિલ્લા પ્રભારી નીતિનભાઇ ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કાશ્મીરાબેન નથવાણી સહીતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ આયોજીત આ મહોત્સવમાં રાજુભાઇ ધ્રુવ, અશ્વિન મોલીયા, મહોનભાઇ વાડોલીયા, મહેશભાઇ ચૌહાણ, રાજુભાઇ બોરીચા, કેતન પટેલ, મનીષ ભટ્ટ, રાબીયાબેન સરવૈયા, સંગીતાબેન છાયા, કંચનબેન સિધ્ધપુરા, મહેશ રાઠોડ, દીવ્યરાજસિંહ ગોહીલ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, ચારૂબેન ચૌધરી, કલ્પનાબેન કીયાડા, મધુબેન કુંગશીયા, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઇ પારેખ, દલસુખ જાગાણી, દીનેશ કારીયા, અશોક લુણાગરીયા, પરેશ પીપળીયા, સુરેન્દ્રસિંહ વાળા, નીતિન ભૂત, માધવ દવે, અશ્વિન  પાંભર, પ્રદીપ ડવ, નિલેશ જલુ, જીણાભાઇ ચાવડા, નટુભાઇ મકવાણા, ભરત મકવાણા, મયુર શાહ, કૌશીક અઢીયા, ભરત સોલંકી, જયદીપસિંહ જાડેજા, જશુમતીબેન વસાણી, આસીફ સલોત, હારૂનભાઇ શાહમદાર, ફારૂક બાવાણી, ગેલાભાઇ પટેલ, હરીભાઇ ડાંગર, વિજય ટોળીયા, પ્રવિણભાઇ કાનાબાર, દક્ષાબેન વાઘેલા, સંદીપ ડોડીયા, પ્રદીપ નિર્મળ, પરેશ હુંબલ, વજુભાઇ લુણાસીયા, ઉકાભાઇ લાવડીયા વિરેન કાચા, શૈલેષ પરસાણા વગેરે સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો અને ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : અશોક બગથરીયા) (૧૬.૩)

(3:44 pm IST)