Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

સસ્તા અનાજના દુકાનદારોનો આક્રોશઃ સપ્ટેમ્બરથી કેરોસીન બંધ કરી ગરીબોને-દુકાનદારોને હેરાન-પરેશાન કરી મુકયા છેઃ પ્રચંડ રોષ

દુકાનદારોને લાઇટ બીલના પણ નીકળતા નથીઃ અનેક વખત રજુઆતો છતા સરકાર કાંઇ નક્કર પરીણામ લાવતી નથી

રાજકોટ, તા. ૧૩ :  શહેરના સંખ્યાબંધ સસ્તા અનાજના દુકાનદારો-આગેવાનોએ  આક્રોશ સાથે ઉમર્યુ હતું કે સપ્ટેમ્બરથી કેરોસીન બંધ કરીને ગરીબ પ્રજાને તહેવારમાં મુશ્કેલીનો સામનો સરકારે કરાવ્યો છે. સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા સદંતર બંધ કરવા જ માંગે છે. ગુજરાતમાં દેકારો ના થાય એટલા માટે સરકારે પ્રથમ સાત મહાનગર પાલીકા આવરી લીધી છે. બાદમાં ગ્રામ્ય વિસ્તારને બીજા સ્ટેપમાં લઇને કેરોસીન ઠપ્પ કરશે. સૌ પ્રથમ એપીએલ કાર્ડમાં ઘઉં, ચોખા બંધ કરવામાં આવ્યા. હવે એપીએલ કાર્ડમાં ૮ લીટર કેરોસીન બદલે ચાર લીટર કેરોસીન ચાલુ હતુ તેનો ભાવ ર૭ રૂપીયા કરવામાં આવ્યો. હવે દર મહીને ભાવ વધારો કરવો તેવું નક્કી કર્યુ છે.

ચાર લીટર કેરોસીનમાં લોકોને પુરૂ ન થાઇ મજબુરીથી ગેસ લેવો પડે ગેસમાં સબસીડી આપે છે પણ કાલ જે ગેસનો ભાવ છે તે સબસીડીના રૂપિયા વધારીને લેવામાં આવે છે. આમા લોકોને સબસીડીનો લાભ જ નાં મળે જો લોકોને કેરોસીનમાં ભાવ વધારો ના કરવામાં આવેલ હોત તો લોકોને રૂ. ર૦૦ની રાહત મળી હતો.

નવા બીપીએલ કાર્ડ કાઢવામાં બંધ કરેલ છે. તેમાં પણ પ્રચંડ રોષ છે. તેમાં પણ પ્રચંડ રોષ છે.

હાલમાં ચાલુ માસમાં કેરોસીન વિતરણથી ફાળવણી એસપીઓ નં. ૧૦ લીટર થી પ૦ થી ૧૦૦ લીટરની ફાળવણી આપેલ છે. એફપીએસ ને પણ ર૦૦ લીટર થી ર૦૦ લીટર સુધીની કેરોસીન ફાળવણી કરવામાં આવી છે. જેમાં માત્ર-ર૦ કાર્ડથી ૧૦૦ કાર્ડ મોટાભાગની દુકાને છે તેમાં ઘઉં-ચોખા અને કેરોસીન ગ્રાહકને વિતરણ કરતા દુકાનદાર પાછળ લાઇટ બીલની પણ આવકના થાય દુકાનદારે દુકાનનું ભાડુ ઘરનું આપવાનું અને જે દુકાનમાં કામ કરતા માણસોને રજા આપવાની. ઘણી વખત સરકારમાં રજૂઆતો કરવામાં આવી દુકાનદારને પગાર અથવા પોતાનું અને પરિવારનું ગુજરાન ચાલે તેટલું કમીશન આપો પરંતુ

આ સરકાર વાત સાંભળવા  જ તૈયાર નથી. હાલની સ્થિતિમાં ગુજરાતમાં ૧૯૦૦૦ દુકાનદારો અને દુકાનમાં કામ કરતા માણસોને ગુજરાત સરકારે બેરોજગાર બનાવ્યા છે અને ગુજરાતના ગરીબ જનતાને હાલમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડેલ છે. ગરીબ લોકોમાં ખુબ જ આક્રોશ છે સરકાર ગરીબી નહી પણ ગરીબોને જ હટાવવા માંગે છે તેવું લાગી રહયું છે.

અંતમાં ગુજરાતની ગરીબ જનતા અને પછાત વર્ગનાં ગરીબ દુકાનદારો અને દુકાનમાં કામ કરતા માણસોનાં પરીવારોમાં સરકારનાં આ નિર્ણયથી ભારોભાર નુકશાન થયું છે.

(3:43 pm IST)