Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ડાન્સીંગ અને મોડેલિંગમાં ઝળકવાની તકઃ કાલે સુરભી ડાન્સ એકેડેમી ખાતે ઓડિશન

જયપુરના યુથ આઇકોન ઇન્ડિયાના સંગાથે કાલાવડ રોડ નેપ્ચ્યુન ટાવર ખાતે આયોજનઃ ૧ાા વર્ષથી માંડી ૨૭ વર્ષ સુધીના કોઇપણ ભાગ લઇ શકશેઃ ડાન્સ ડિરેકટર-કોરિયોગ્રાફર પ્રકાશ પરિયાર અને મોડેલિંગ કોરિયોગ્રાફર કોમલ પરમાર, રિધ્ધી બગીયા અને જિગર ચોૈહાણ જજ તરીકે હાજર રહેશે

સુરભી ડાન્સ એકેડેમીના પ્રકાશ પરિયાર, રિધ્ધી બગીયા અને કોમલ પરમાર જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૩: ડાન્સીંગ અને મોડેલિંગ ક્ષેત્રે પોતાનું હીર ઝળકાવવા ઇચ્છતા ઉગતા કલાકારો માટે એક તક કાલાવડ રોડ નેપ્ચ્યુન ટાવર ખાતે ચાલતાં સુરભી ડાન્સ એકેડેમી દ્વારા મળી શકશે. જયપુરના યુથ આઇકોન ઇન્ડિયાના સથવારે સુરભી ડાન્સ એકેડેમી દ્વારા ડાન્સીંગ અને મોડેલિંગ માટેનું ઓડિશન આવતીકાલે ૧૫મીએ લેવામાં આવશે.

આ એકેડેમીના કોમલ પરમાર, પ્રકાશ પરિયાર અને રિધ્ધી બગીયાના જણાવ્યા મુજબ ઓડિશનમાં ૧ાા વર્ષના બાળકોથી માંડી ૨૭ વર્ષ સુધીના યુવા-યુવતિઓ ભાગ લઇ શકશે. તે માટેની એન્ટ્રી ફી રૂ. ૨૦૦ રાખવામાં આવી છે. જજની પેનલમાં આ ત્રણેય ઉપરાંત અમદાવાદના જિગર ચોૈહાણ ઉપસ્થિત રહેશે. ઓડિશનમાં સિલેકટ થનારા સ્પર્ધકોને બાદમાં ૨૫ સપ્ટેમ્બરે સુરત ખાતે સેમિ ફાઇનલમાં ભાગ લેવા લઇ જવાશે. તેમાં વિજેતા થનારાને ૨૭-૨૮ ઓકટોબરના રોજ ઉદયપુર ખાતે કવાર્ટર ફાઇનલ અને ફાઇનલમાં ભાગ લેવાની તક મળશે.

ગુજરાતભરમાંથી તેમજ મહારાષ્ટ્રમાંથી સ્પર્ધકો ઓડિશનમાં ભાગ લઇ રહ્યા છે. વિજેતાઓને ટીવી સિરીયલો, ફિલ્મો અને મોડેલિંગ ક્ષેત્રે તક મળી શકશે તેમ ડાન્સ ડિરેકટર કોરિયોગ્રાફર પ્રકાશ પરિયાર અને મોડેલિંગ કોરિયોગ્રાફર કોમલ પરમાર તથા રિધ્ધી બગીયાએ જણાવ્યું હતું. વિશેષ માહિતી માટે અને ઓડિશન માટે નામ નોંધાવવા માટે મો. નં. ૯૭૧૨૨ ૪૯૯૮૭,  ૯૬૦૧૦ ૨૯૯૩૩ અથવા ૬૩૫૯૫ ૦૮૭૨૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:45 am IST)