Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

શાશકોની અણ આવડત છતી : ર૦ દિ'માં ત્રણ-ત્રણ પાણીકાપઃ કોંગ્રેસ

મેઇન્ટેનન્સના બહાનાઓ બતાવી પ્રજાને પાણી વગર વલખા મરાવતા સતાધીશોઃ નર્મદાનીરના વધમણા બાદ ઝાંઝવાના જળ સાબીતઃ ઓચિંતો પાંચ-પાંચ વોર્ડમાં પાણી કામ ઝીંકી દેવાયોઃ મનસુખભાઇ કાલરિયા-અતુલ રાજાણીના આક્ષેપો

રાજકોટ તા. ૧ર : શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી પાણી વિતરણના ધાંધિયા સર્જાયા છે તેની પાછળ શાશકોની અણઆવડત કારણભુત હોવાનો આક્ષેપ વિપક્ષી ઉપનેતા મનસુખભાઇ કાલરિયાએ એક નિવેદનમા કર્યો છે.

વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાએ જણાવ્યુંહ તું કે પાણીકાપનું સાચુ કારણ જાણવાનો પ્રયત્ન કરેલ સરકારની ખાત્રીઓ છતા નર્મદા કેનાલમાં પુરતો પાણીનો જથ્થો આવતો નથી. મશીનરી મેઇન્ટનન્સએ ગૌણ કારણ છે. અધિકારીઓ આ વાત છુપાવી રહ્યા છેનો આક્ષેપ કર્યોછે.

પશ્ચિમ રાજકોટમાં છેલ્લા ર૦ દિવસમાં આ ત્રીજી વખત પાણી કાપ લાદવામાં આવેલ છે. સ્કાડા વોટરમીટરના ઇન્સ્ટોલેશનની કમગીરી સબબ થોડા દિવસ અગાઉ પાણી કાપ જાહેર કરેલ છ.ે તે વખતે આજના પાણીકાપ બાબતે મનસુખ કાલરીયા દ્વારા વહેલીતકે પાણી પુરવઠો શરૂ કરવા રજુઆત કરવામાં આવી હતી.

જયારે વોર્ડ નં. ૩ ના કોર્પોરેટર અતુલ રાજાણી ત્થા શહેર કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં નર્મદા નીરના નામે રાજકીય રોટલા શંકનાર શાસકો દ્વારા શહેરમાં આડકતરો પાણી કાપ ઠપકારી દેવાયો છે. કારણ કે મેઇન્ટેનન્સ, વિજ પુરવઠો બંધ નર્મદાનું પાણી આવેલ ન હોય, ડીઆઇ પાઇપ લાઇન નાખવા સહિતના વ્યાપક બ્હાના હેઠળ વખતો-વખત પાણી કાપ ઠપકારી દેવાય છે.

ગઇકાલે અચાનક વોર્ડ નં. ૧૧ અને વોર્ડ નં. ૧૩ માં હજારો પરીવારો પાણીની રાહ જોતા રહ્યા અને પૂર્વ જાહેરાત વગર પાણી ન અપાશું અને આજે ફરીથી અડધા રાજકોટમાં પાણી કાપથી લોકોને પાણી માટે વલખાં મારવાની ફરજ પડી છે.

શ્રી રાજાણીએ આક્ષેપ કર્યા છે કે સૌની યોજના સહિત નર્મદાના નીરના વધામણા  અને યોજના લોકાર્પણો, ભવકાંઓ, ઉદઘાટનો, જાહેરાતો અને બિનજરૂરી ખર્ચાઓના અબજો રૂ.નાં આંધણ બાદ નર્મદાના નીર હાલ ઝાંઝવાના જળ સમાન સાબીત થયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના બજેટમાં ડી-૧ પાઇપ લાઇન વોર્ડ નં. ૧૩ માં ર૪ કલાક પાણી અપાશે. ત્યારબાદ ગત બોર્ડમાં (બજેટમાં) ર૦૧૮-૧૯ માં પ વોર્ડમાં ર૪ કલાક પાણી આપવાની જાહેરાતોનું હાલ તો બાળમરણ થયું છે. અને શહેરના એકપણ વોર્ડમાં ર૪ કલાક ને બદલે પુરતું ર૦ મીનીટ પાણી આપવામાં ભાજપના નેતાઓ નબળા પુરવાર થયા છે.

(4:08 pm IST)
  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST