Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સર્વશકિત નગર કા રાજાની શાહી સવારી કાલે નીકળશે

મહાપૂજા - મહાઆરતી - રાસગરબા - આરોગ્ય કેમ્પ - સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૨ : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ગણપતિ મહોત્સવની જાજરમાન તૈયારી થઈ રહી છે ત્યારે રાજકોટ સર્વશકિત યુવા ગ્રુપ દ્વારા સ્વામીનારાયણ ચોક નજીક આવેલ ૧૪ કૃષ્ણનગરમાં આયોજીત દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર્વશકિત નગર કા રાજા શ્રી ગણેશ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન તા.૧૩થી ૨૩ સુધી કરેલ છે. આસ્થાના માહોલમાં અવનવા કાર્યક્રમો જેમ કે દરરોજ સવાર સાંજ મહાપૂજા તથા સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવશે. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે રાસગરબા - રંગોળી સ્પર્ધા કેમ્પ આરોગ્ય કેમ્પ સ્વચ્છતા અભિયાન જેવા અનેક વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ આયોજનને સફળ બનાવવા માટે સર્વશકિત યુવા ગ્રુપના પ્રમુખ તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, મંત્રી નયનભાઈ રાજપૂત ખજાનચી વિક્રમસિંહ રાઠોડ, વોર્ડ નં.૧૩ના ભાજપના પ્રમુખ હસમુખભાઈ ચોવટીયા, અમિતભાઈ ડોબરીયા, હરેશભાઈ ચાવડા, ભગીરથસિંહ આહિર, વિશાલ ઠુંમર, ગોવિંદભાઇ ગઢવી, સુરેશભાઈ ચીખલીયા, વનરાજ ચાવડા, કિશન પરમાર, નીતિન વીરડીયા, અશોક રામાણી, હાર્દિક પરમાર, અશોક કાપડીયા, વિજય બરાડીયા, વિપુલ પટેલ, હીરેન ડવ, ઘનશ્યામ રાઠોડ, રાયમલભાઈ બોરીચા, જીતુભાઈ વોરા, રાજુ લુણાગરીયા, ડો.દીપ રાજપૂત, મનોજ ઘેલાણી, હિતેશ ચાવડા, પરેશ ચીખલીયા, મહેશભાઈ જોષી, પ્રવિણ દોંગા, મયુરભાઈ દેસાઈ, ભાવેશ ગઢવી, જય ડોડીયા, કનકસિંહ ચૌહાણ, ભાવિન પટેલ, નિલેશ કાથરોટીયા, નમન ઝાલાવાડીયા, ભરત ટોળીયા, સંજયકુમાર, મહેશભાઈ આહિર, અક્ષય વીરડીયા, પ્રિન્સ રામાણી, દિશાંત ચોવટીયા, હર્ષ ભટ્ટી, સાહિલ આહીર વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૧)

(4:05 pm IST)
  • સુરેન્દ્રનગર સેવા સદનમાં ખાડો પડ્યો: નવા બનેલા બિલ્ડીંગનું ઉદ્ઘાટન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી કર્યું હતું: 2016માં બનેલા સેવાસદનનાં તળિયા બેસી ગ્યા:કર્મચારીઓ ભારે મુશ્કેલી વચ્ચે પ્રજાના કામમાં કાર્યરત : મુખ્ય ઓફિ્સમાં જ ગાબડું પડતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠિયા સવાલો access_time 11:28 pm IST

  • નવી એપલ વોચ-4 લોન્ચ:ઇસીજી ,ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ જેવા અદભૂત નવા ફીચર્સ:૬૪ બીટ ડ્યુઅલ કોર પ્રોસેસર:એક્સીલેરોમીટર,જાયરોસ્કોપ જેવા નવા ફીચર્સ લોન્ચિંગ ઇવેન્ટ ટ્વિટર ઉપર લાઈવ access_time 12:04 am IST

  • બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ગઢીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લખ્યો પત્ર:બરવાળા તાલુકામાં આવેલ કેનાલમાં પાણી છોડવા કરી માંગ:વેજલકા પાસે સફાઈનું કામ શરૂ હોવાથી વૈકલ્પિક રસ્તો કરી કેનાલમાં પાણી છોડવા કરી માંગ access_time 10:58 pm IST