Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રાજકોટ રેલ્વે ડીવીઝનમાં ૧પ સપ્ટેમ્બરથી ર ઓકટોબર સુધી સ્વચ્છતા જ સેવા પખવાડીયુ મનાવશે

રાજકોટઃ ર ઓકટોબર ર૦૧૮ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦ મી જયંતીના અવસરે ભારતીય રેલ્વે ૧પ સપ્ટેમ્બરથી ર ઓકટોબર સુધી સ્વચ્છતા જ સેવા પખવાડીયુ મનાવશે. પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાં પણ આ પખવાડીયા દરમિયાન રેલ્વેમાં સ્વચ્છતાની જરૂરીયાતને ઉજાગર કરવા બાબતે અભિયાન ચલાવાશે.રાજકોટ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી પી.બી.નિનાવેની યાદી મુજબ આ સમય દરમિયાન રાજકોટ ડીવીઝનમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશનો, ટ્રેનો, કચેરીઓ, કોલોનીઓ, કારખાના તેમજ હોસ્પીટલો વગેરેમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત વોટર બુથ તથા પીવાના પાણીની ગુણવતા, નાળાની સાફસફાઇ, ડસ્ટબીનની પર્યાપ્ત વ્યવસ્થા, કચરાના નિકાલ વગેરે સુનિશ્ચિત કરવા બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનમાં એનજીઓ તથા અન્ય ચેરીટેબલ સંસ્થાઓ વગેરે પણ ભાગ લેશે. સાથોસાથ આ અભિયાન દરમિયાન રેલ્વે સ્ટેશનો સુધી પહોંચનાર ટ્રેકોની સફાઇનું પણ અભિયાન ચલાવાશે. ગંદકી ફેલાવવા વિરૂધ્ધ નિયમ મુજબ કાર્યવાહી કરાશે તથા દોષીતો પાસેથી યોગ્ય દંડ વસુલાશે. આ સ્વચ્છા પખવાડીયાના દરેક દિવસમાટે એક વિશેષ સંકલ્પના નિર્ધારીત કરવામાં આવી છે.

(4:00 pm IST)