Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગુજરાત બાર કાઉન્સીલમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે હિતેષ દવેની નિમણુંક

રાજકોટ તા. ૧રઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તાજેતરમાં મળેલ ચુંટાયેલા બાર કાઉન્સીલનાં સદસ્યો દ્વારા રાજકોટના યુવા એડવોકેટ હિતેષભાઇ હરગોવિંદભાઇ દવેની સતત બીજી વખત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.

એડવોકેટ હિતેષભાઇ હરગોવીંદભાઇ દવે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતીમાંથી સૌ પ્રથમ વખત બાર કાઉન્સીલમાં બીજી વખત સદસ્ય થયેલ છે તેમજ તેઓ રાજકોટ શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી એડવોકેટ તથા નોટરી તરીકે વ્યવસાય કરે છે હાલ તેઓ વિજય કો.ઓપ. બેંક લી.માં ડીરેકટર તરીકે સેવા આપી રહ્યા છે તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બેંક ઓફ ઇન્ડીયા, રાજકોટ નાગરીક સહકારી બેંક લી., હિન્દુસ્તાન પ્રેટ્રોલીયમ કોર્પો., પેનલ એડવોકેટ તરીકે સેવા આપે છે. રાજકોટ નોટરી એસોસીએશનનાં સ્થાપક મંત્રી તરીકે સેવા આપેલ છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચુંટાયેલ સદસ્યો દ્વારા તેમજ ગુજરાત પ્રદેશ લીગલ સેલ કન્વીનર જે. જે. પટેલ તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાનાં સદસ્ય તેમજ પ્રદેશ સહ કન્વીનર દિલીપભાઇ પટેલ સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઇ મીરાણી તથા સમગ્ર ટીમ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર પુર્વ પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ તથા પિયુષભાઇ શાહ તેમજ ભા.જ.પ. લીગલ સેલ સહ કન્વીનર બળવંતસીંહ રાઠોડ, યોગેશ ઉદાણી, વિરેનભાઇ વ્યાસ, રૂપરાજસીંહ પરમાર, નિલેશ બાવીસી, હેમાંગ જાની તથા રાજકોટ બારના પ્રમુખ અનિલભાઇ દેસાઇ, મંત્રી શ્રી દિલીપભાઇ જોષી તેમજ સમગ્ર ટીમ, રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી. એચ. પટેલ, મંત્રી ડી. ડી. મહેતા, રાજકોટ નોટરી એસોસીએશનનાં પ્રમુખ પ્રકાશસીંહ ગોહિલ મંત્રી હસમુખભાઇ જોષી, ક્રિમીનલ બાર એસોસીએશનના પ્રમુખ તુષારભાઇ બસલાણી, મંત્રી શ્રી જયુભા રાણા, હેમાંગ જાની, એન. ડી. ચાવડા, એમ.એ.સી.પી. બારનાં પ્રમુખ કે. જે. ત્રીવેદી, મંત્રી શ્રી એસ. ટી. જાડેજા તથા પુર્વ પ્રમુખ રાજેશ મહેતા તેમજ મહિલા બાર એસોસીએશન મહેશ્વરીબેન ચૌહાણ, પન્નાબેન ભુત, અમૃતાબેન ભારદ્વાજ તેમજ રાજકોટના જીલ્લા સરકારી વકીલ એસ. કે. વોરા, મદદનીસ સરકારી વકિલ દિલીપ મહેતા, અતુલ જોષી, સમીર ખીરા, કમલેશ ડોડીયા, આબિદ સોસન, મુકેશ પીપળીયા, રક્ષીત કલોલા, સ્મીતાબેન અત્રી, બિનલબેન રવેશીયા, તરૂ માથુર, મહેશભાઇ જોષી સહીતનાં વકિલો તથા વિવિધ મંડળનાં હોદેદારો તથા સભ્યો દ્વારા કો-ઓપ્ટ મેમ્બર હિતેષભાઇ દવેને મોબાલ નં.૪૯ર૮ર ૦૪૦૩૧ માં શુભેચ્છાઓ પાઠવેલ છે.

(3:59 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST