Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ચુનારાવાડના ભરવાડ શખ્સોના ડબલ મર્ડસ કેસના આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા.૧૨: ચુનારવાડાના ભરવાડ શખ્સોના ચકચારી બેવડી હત્યાના કેસમાં આરોપીની જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી.

શહેરભરમાં ચર્ચા જગાવનાર આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી તથા આરોપીઓને ઘાસના વેચાણ બાબતે મનદુઃખ ચાલુ હોય જેનો ખાર રાખી તા.૮-૪-૧૮ના રોજ ઢોલરા ચોકડી પાસે ઘાસના થડાની બાજુમાં આરોપીઓએ ફરીયાદીના પિતા જેસીંગભાઇ તથા સાહેદ વેજાભાઇને જાનથી મારી નાખવાનો સમાન ઇરાદો ધરાવી પ્રથમથી જ એક સંપ કરી ઘાતક હથિયારો ધારણ કરી આરોપીએ તલવારના ઘા મારી ગંભીર ઇજા માથામાં, લમણાના ભાગે કરી વેજા ખીમા, જેસીંગ શીયાલીયાની હત્યા કરેલ. તેમજ અન્યને જાનથી મારી નાખવાની કોશીષ કરી. પો.કમિ. રાજકોટ શહેરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતની ઇ.પી.કો.ક.૩૦૨, ૩૦૭,૩૪ તથા જી.પી.એકટની કલમ ૧૩૫ (૧)પ્રમાણેની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જેમાં આરોપી તરીકે મેલાભાઇ વરજંગભાઇ શીયાળીયા, નવઘણભાઇ શીયાળીયા, લાલો ઉર્ફે વિશાલ શીયાળીયા, કરણ ઉર્ફે ગીગો શિયાળીયાના નામ નામ ખુલવા પામેલ હતા.

આ કામે આરોપી નવઘણ વરજાંગભાઇ શિયાળીયાએ જામીન ઉપર છુટવા રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં બંને પક્ષોની દલીલો હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇને આરોપી નવઘણ શિયાળીયાની જામીન અરજી રાજકોટના એડી.સેસન્સ જજ શ્રી, વી.વી.પરમારે નામંજુર કરેલ છે.

આ કામે સરકારી વકીલશ્રી એસ.કે.વોરા તથા મુળ ફરીયાદી તરીફે રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી.જાડેજા, દિપક ભાટીયા રોકાયેલ હતા.

(3:59 pm IST)
  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • સુરત;વેડરોડ સિંગણપોર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું ડીમોલેશન; સિંગણપોર ચાર રસ્તા પર આવેલી દુકાનોના પાર્કિંગની જગ્યા પર કરાયેલા દબાણને દૂર કરાયું ;મોટા પ્રમાણ માં ઓટલા હોર્ડિંગસ તોડી પાર્કીંગ ખુલ્લું કરાયું access_time 12:03 am IST

  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST