Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રાજકોટમાં પાંચ સ્થળોએ ગણેશ વિસર્જન કરી શકશે

પોલીસ કમિશનરનું જાહેરના મું: આજીડેમ એવર ફલોનીચે ચેકડેમ ખાણનં એક અને બે, પાળ ગામ પાસે, વાગુદળના પાટીયા પાસે, તથા કાલાવડ રોડ પર બ્રીજ પાસે વિર્સજન કરી શકાશે

ઙ્ગરાજકોટ, તા.૧૨: રાજકોટ તા ૧૧.-  ચાલુ વર્ષે ગણેશ મહોત્સવ ૨૦૧૮ નિમિત્ત્।ે રાજકોટ શહેરમાં જુદા જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા જુદા જુદા ધાર્મિક સંગઠનો તરફથી જુદા જુદા લતાઓમાં લોકો પોતાના ઘરમાં અને સંસ્થાઓમાં પણ ભગવાનશ્રી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામા૦ આવે  છે. સ્થાપના કરનાર ગણપતિજીની મૂર્તિઓ ને ત્રીજા દિવસે, પાંચમા દિવસે સાતમા દિવસે અથવા નવમા દિવસે અને ખાસ કરીને અગિયારમા દિવસે મૂર્તિઓનું વિસર્જન કરી ગણેશ ઉત્સવનું સમાપન કરવામાં આવે છે.

જેને અનુલક્ષીને પર્યાવરણ પર વિપરીત અસર ન થાય તથા જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર પોલીસ કમિશનર  મનોજ અગ્રવાલે  નીચે મુજબનો હુકમ કરેલ છે.

ગણેશ મૂર્તિ વિસર્જન માટે ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નીચે જણાવેલ સ્થળોએ ગણપતિજીની મૂર્તિ વિસર્જિત કરવા માટે સુનિશ્યિત કરવામાં આવે છે જેથી આ સ્થળોએ જ ગણેશની મૂર્તિ વિસર્જન કરવાની રહેશે. 

આજી ડેમ ઓવરફ્લો નીચે ચેક ડેમ ખાણ નં ૧ , આજી ડેમ ઓવરફ્લો નીચે ચેક ડેમ પાસે ખાણ નંબર ૨, પાળ ગામ પાસે જખરાપીરની દરગાહ પાસે મવડી ગામ થી આગળ (પોલીસ અધિક્ષક શ્રી રાજકોટ ગ્રામ્ય વિસ્તાર) જામનગર રોડ, હનુમાનધારા મંદિરની બાજુમાં, વાગુદડ ના પાટીયા પાસે, વાગુદડીયો વોકળો, બાલાજી વેફર્સ વાળો બ્રિજ, કાલાવડ રોડનો સમાવેશ થાય છે.

આગામી તા.૧૩ થી તારીખ ૩૦- દરમિયાન સક્ષમ સતાધિકારીની પૂર્વ મંજૂરી વગર ગણેશજીની મૂર્તિ વિસર્જન,ધાર્મિક સરદ્યસ કાઢી શકાશે નહી.  કોઈ પણ વ્યકિત ઉપર જણાવેલ પાંચ સ્થળો સિવાય અન્ય કોઇ સ્થળોએ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકશે નહી.   કોઈ પણ આયોજક વ્યકિતઓ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકશે નહી. મૂર્તિ વિસર્જન માટે સરકાર  ના વનવિભાગ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ઘતિ સિવાયની કોઈ પણ પદ્ઘતિથી મૂર્તિ વિસર્જન કરી શકશે નહીં અને આ હુકમનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવશે તેમ જણાવાયું છે.

(3:56 pm IST)
  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે 120 એસટી બસ મુકાશે :5,50 કરોડની આવકનો અંદાજ :હાલનું કાયમી બસ સ્ટેન્ડ મેળા દરમિયાન અઠવાડિયું બંધ :પાંચ અન્ય સ્થળે હંગામી બસ સ્ટેન્ડ બનાવી નવ બુથ ઉપરથી એસ,ટી,બસ વિવિધ રૂટ પર દોડાવાશે:રાજ્ય એસ. ટી. નિગમ મા જનરલ મેનેજર નિખીલ બિરવેએ આપી માહીતી access_time 11:01 pm IST

  • રાજુલા પંથકમાં દારૂની બદી નાબૂદ કરો :રાજુલા તાલુકાના 5 ગામોની મહિલાઓ પોહચી અંબરીશ ડેર ના ફામ હાઉસ પર:સાંચબંદર,ખેરા, પટવા, વિક્ટર,પીપાવાવ ધામ સહિત ગામડા ની 200થી વધુ મહિલાઓએ રજૂઆત કરી:ગામડામાં દેશી દારૂ,નશીલા પદાર્થની બોટલનું બે ફામ વેચાણ અટકાવવા કરી રજુઆત:ધારાસભ્ય અંબરીશ ડેર વિધાનસભાના સત્રમા આ મુદ્દો ઉછાળશે access_time 10:58 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST