Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભકિતનગર સર્કલે ગણપતિ દાદાનો દરબાર બિરાજશે

ધર્મભકિત સાથે દેશભકિતની ઝલક જોવા મળશેઃ હનુમાન ચાલીસા, ઓમ નમઃ શિવાય, છપ્પનભોગ સહિતના દરરોજ ધાર્મિક કાર્યક્રમોઃ દરેક ભાવિકને મહાઆરતીનો લાભ મળશેઃ ગણેશજીના ભકતોને આમંત્રણ

રાજકોટ,તા.૧૨: અહિંના ભકિતનગર સર્કલ ખાતે ગણપતિ દાદાનો દરબાર બિરાજશે. ધર્મભકિતની સાથે દેશભકિતનો માહોલ સર્જાશે. રાસ ગરબા, દેશભકિતના ગીતો, હનુમાન ચાલીસા, ઓમ નમઃ શિવાય સાથે છપ્પનભોગ સહિતના કાર્યક્રમોના આયોજનો થયા છે.

ધર્મ રક્ષક પરિષદ દ્વારા ભકિતનગર સર્કલ ખાતે છેલ્લા અગીયાર વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષ કંઈક વિવિધતા લઈને આવતી આ સંસ્થા દ્વારા આ વર્ષ પણ ભવ્ય દિવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.

ગણોના અધ્યક્ષ અને મહાદેવના પ્રીન્સ ગણપતી દાદાનો ગુણગાન પુજા અર્ચના કરવાનો સમય એટલે કે ગણેશ ચતુર્થી આ ગણેશ ચર્તુથીમાં ભકિતનગર સર્કલ ખાતે ધર્મ રક્ષક પરિષદ દ્વારા આયોજીત ''પ્રિન્સ ઓફ કૈલાસ'' ગણપતિ મહામહોત્સવ સતત ૧૧ વર્ષ પુરા કરી ૧૨માં વર્ષ પણ ભકિતનગર સર્કલ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

'પ્રિન્સ ઓફ કૈલાસ''ની રોજે રોજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી યોજાશે અને દર વર્ષની જેમ તમામ દર્શનાર્થીઓને આરતી ઉતારવાનો લાવો લઈ શકે છે. તેમજ મહોત્સવ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમ પણ દેવની ભકિત (ધર્મ ભકિત) સાથે દેશ ભકિતના કાર્યક્રમ પણ યોજાશે. જેમા ભકિતનગર સર્કલની અંદર આપણા દેશની રક્ષા અને આઝાદી માટે શહિદ થઈ ગયેલ વિર સપુત તેમજ ક્રાન્તીકારી મહાપુરૂષોના ફોટા બેનર લગાવી અને તેને યાદ કરવામાં આવે છે.

આ મહોત્સવમાં શહેરની વિવિધ સંસ્થા, જ્ઞાતી- સમાજ, શ્રેષ્ઠી, વિવિધ મંડળ, એસોસીયેશન, સરકારી અધિકારીશ્રીઓ પદાધીકારી, વિવિધ સંપ્રદાયોના સાધુ- સંતો આર્શીવચન પાઠવાશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

આયોજનને સફળ બનાવવા માટે ગૌતમ ગોસ્વામી, વિજયગીરી ગોસ્વામી, રમેશભાઈ ગઢીયા, રાજુભાઈ ભાલોડી, લલીત પાલા, વિપુલ ગોસ્વામી, નીરવ ચૌહાણ, રક્ષીતભાઈ મકવાણા, ભાવેશભાઈ ગઢીયા, અજય ભારથી, પ્રફુલ પર્વત, હાર્દિક ટાંક, જયપાલ ચાવડા, ધર્મેન્દ્રગીરી, જનકપુરી, પ્રશાંત પાદરીયા સહીતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૮૯૮૨ ૯૫૮૩૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:56 pm IST)
  • જૂનાગઢની GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ મોડી રાત્રે હડતાળ પર ઉતર્યા :વોશરૂમ, લાઈબ્રેરી અને એન્ટ્રી દરવાજાના પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતાં તમામ વિદ્યાર્થીઓ રાત્રિના સમયે હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા: તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આ મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરાયું હતું access_time 1:07 am IST

  • વડોદરામાં રાફેલ મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઈ :શાહિદ ભગતસિંહ ચોકથી નીકળી રેલી:રેલીમાં રાફેલનું મોડલનું પ્રદશન :પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેલીમાં લીધો ભાગ:કલેક્ટરને આપ્યું આવેદન access_time 11:57 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST