Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રેસકોર્ષ મેદાનમાં પ્રસાદ ઘર સહીત વિવિધ ડેકોરેશન : શિવાજી સ્વરૂપના ગણેશજી બીરાજશે

રાજકોટ : શહેર ભાજપ પ્રેરીત સાર્વજનીક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા રેસકોર્ષ મેદાનમાં ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરાયુ છે. વિશાળ ડોમમાં પ્રસાદ ઘર સહીત વિવિધ સુશોભન કરવામાં આવેલ છે. કાલે શિવાજી સ્વરૂપની સાફામાં સજજ ગણપતિ દાદાની મુર્તિ બીરાજીત કરાશે. અહીં ઉલ્લેખનીય છે કે કોઇ પણ દાન ભેટ સ્વીકાર્યા વગર આ સમગ્ર ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બહેનોને સુરક્ષા પ્રદાન કરતી અભયમ એપ્લીકેશન ડાઉનલોડઠ કરવાની પણ અહીં વ્યવસ્થા કરાઇ છે. દરરોજ ૨૫૦૦ લોકો મહાઆરતીનો લાભ લેશે. ફુટબોલ અને ક્રિકેટ રમતા ગણેશજીની મુર્તિઓ બાળકોમાં આકર્ષણ જમાવશે. તમામ સમાજ, જ્ઞાતિ, એનજીઓ, શાળાના સંચાલકો, માજી સૈનિકો, ડોકટરો, વકીલો, શ્રેષ્ઠીઓના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવશે. પ્રસાદ ઘર, મંડપ સુશોભન માટે ખુબ મહેનત ઉઠાવાઇ છે. અંકિત ત્રિવેદીના ગીત સંગીતનો લ્હાવો મળશે. લાડુ જમણ, આરતી સુશોભન, ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો દરરોજ થશે. સમગ્ર આયોજન માટે નિતીનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, દેવાંગભાઇ માંકડ સહીતના આગેવાનો અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:51 pm IST)