Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

લાલપરી પાસે પોણા બે વર્ષની શ્રધ્ધા પાણી સમજી કેરોસીન પી ગઇઃ મોત

દિકરીના મોતથી લાલપરી પાસે રહેતાં કોળી દંપતિ શોકમાં ગરક

રાજકોટ તા. ૧૨: બાળકો રમતાં-રમતાં ઘણી વખત મુશીબત નોતરી લેતાં હોય છે, અને ઘણીવાર મોત પણ ભેટી જતું હોય છે. લાલપરીમાં એક બાળકી રમતાં-રમતાં પાણી સમજી બોટલમાં ભરેલુ કેરોસીન પી જતાં મોત નિપજ્યું છે.

ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી પાસે બીએમડબલ્યુના શો રૂમ પાછળ રહેતાં સુરેશભાઇ લાલજીભાઇ ભખોરીયા (કોળી) અને શોભાબેન સુરેશભાઇની દિકરી શ્રધ્ધા (ઉ. ૧૮ મહિના) રાત્રે સાડા નવેક વાગ્યે ઘરમાં રમતી હતી ત્યારે બોટલમાં ભરેલુ કેરોસીન પાણી સમજીને પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતરે જાણ કરતાં પીએસઆઇ વી. કે. ઝાલા અને અશ્વિનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. સુરેશભાઇ સાડીના કારખાનામાં મજૂરી કરે છે. એકની એક લાડકી દિકરીના મોતથી કોળી દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું. (૧૪.૫)

(3:46 pm IST)