Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જૂગારના બે દરોડામાં ૨૭ હજારની રોકડ સાથે ૧૧ પત્તાપ્રેમી પકડાયા

ક્રાઇમ બ્રાંચનો ૧૫૦ રીંગ રોડ પર કોમ્પલેક્ષની છત પર અને એ-ડિવીઝનનો નવયુગપરામાં દરોડો

રાજકોટ તા. ૧૨: જૂગારના બે દરોડામાં નવયુગપરામાં જાહેરમાં પત્તા ટીચતા ૧૧ શખ્સો અને ૧૫૦ રીંગ રોડ પર યશ કોમ્પલેક્ષની છત પર રમી રહેલા ૪ શખ્સોને પકડી લઇ કુલ રૂ. ૨૭૩૯૦ની રોકડ કબ્જે લેવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચે ૧૫૦ રીંગ રોડ પર યશ કોમ્પલેક્ષની છત પર દરોડો પાડી મહેન્દ્રસિંહ સુજાનસિંહ સરવૈયા (ઉ.૨૭-રહે. મહાવીરનગર-૩), રાજેશ લક્ષમણભાઇ ભોજાણી (ઉ.૩૨-રહે. વેજાગામ), ગિરીશ મગનભાઇ ધાબલીયા (ઉ.૫૬-રહે. જીવંતિકા નગર) અને સુભાષ પ્રભાતભાઇ ડાંગર (ઉ.૩૨-રહે. વેજાગામ)ને પકડી લઇ ગંજીપાના તથા રૂ. ૧૪૯૭૦ કબ્જે લીધા હતાં. પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબીમાં પીએસઆઇ એ. એસ. સોનારા, એમ. એસ. મહેશ્વરી, સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, અજીતસિંહ પરમાર સહિતે આ દરોડો પાડ્યો હતો.

જયારે એ-ડિવીઝન પોલીસે રામનાથપરા મેઇન રોડ નવયુગપરા-૫/૭ના ખુણે નદી પાસે આવેલા ગાયોના તબેલા નજીક દરોડો પાડી આ વિસ્તારના વિજય રમેશભાઇ સિંધવ (ઉ.૩૪), સરફરાજ મજીદભાઇ બેરાટાઇ (ઉ.૨૮), હિરેન દિનેશભાઇ સાગઠીયા (ઉ.૨૦), મુકેશ શંકરભાઇ સાગઠીયા (ઉ.૧૯), વિનોદ જગદીશભાઇ ચાંડપા (ઉ.૨૬), ભરત કેશુભાઇ વાઘેલા (ઉ.૧૯), દિપક પ્રેમીભાઇ મકવાણા (ઉ.૩૫), હસમુખ જગદીશભાઇ ચાંડપા (ઉ.૨૪), નરેન્દ્ર અમરશીભાઇ ચાંડપા  (ઉ.૩૦), હંસરાજ રમેશભાઇ સાગઠીયા (ઉ.૨૪) અને બિપીન જયંતિભાઇ સુમરા (ઉ.૩૫)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૨૪૨૦ની રોકડ કબ્જે લીધી હતી.પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ સાખરા, હારૂનભાઇ ચાનીયા, ભરતસિંહ ગોહિલ, હાર્દિકસિંહ, નરેશભાઇ, કરણભાઇ સહિતની ટીમે આ દરોડો પાડ્યો હતો. (૧૪.૭)

(3:45 pm IST)