Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં ગણેશ મહોત્સવ - મહોરમ ધામધૂમથી ઉજવાશે

રાજકોટ, તા. ૧૨ : લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ (મુખ્યમંત્રી આવાસ યોજના, બજરંગ ચોક પાસે, રેલનગર), રાજકોટ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ અનેરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવેલ. જેમાં મુસ્લિમ સમાજ અને હિન્દુ ધર્મના સહિયારા યોગદાનથી આ પર્વ ઉજવવામાં આવેલ અને હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયેલ. જન્માષ્ટમીમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં મુખ્ય ગેટ પાસે ફલોટ બનાવવામાં આવેલ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની કુટીરમાં બિરાજમાન કૃષ્ણ, કૈલાસ પર્વત અને કૃષ્ણ ભગવાનનો ઝુલો બનાવવામાં આવેલ હતો અને મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

મુસ્લિમ તથા હિન્દુ સમાજના યુવાનોની એકતા દ્વારા કૃષ્ણ જન્મની સાથે એક ધાર્મિક સંગઠન બનાવવામાં આવેલ. જેનું નામ લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ ધાર્મિક સંગઠન બનાવવામાં આવ્યુ છે. જેમાં ૪૩થી વધુ ભાઈઓ તથા બહેનોએ નામ નોંધણી કરાવેલ હતી. દરેક હિન્દુ તથા મુસ્લિમ ધમના તહેવારો સાથે મળીને ઉજવશે. જયારે હાલમાં જ આવતા ગણેશ મહોત્સવ તથા મહોરમ જેવા તહેવાર પણ સાથે મળી ઉજવવામાં આવશે.

આયોજનમાં પ્રવિણ ગોગીયા, અરવિંદ ગોગીયા, વિશાલ ટંકારીયા, વિનોદ રાવળદેવ, બાબુભાઈ રાવળદેવ, દાનીસ ઘાંચી, સુનિલ પરમાર, રાહુલ રાજપૂત, અમન જેમલાણી, મુસ્તાક શેખ, જીતુ રાવલ અને મહેશ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૨)

(3:43 pm IST)