Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

વ્યાજના ચક્કરમાં ઘર છોડી ગયેલા પુત્રના અપંગ મા-બાપને વ્યાજખોરોનો ત્રાસઃ પોલીસ કમિશ્નર સમક્ષ ધા

પોલીસમેન પણ તારો પુત્ર કયાં છે? તેમ કહી ધમકાવે છેઃ વ્યાજખોરોની યાદી રજુ કરી

રાજકોટ, તા., ૧ર :  મવડી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં રહેતા અપંગ મનસુખભાઇ નાનજીભાઇ બોડાએ વ્યાજના ચક્કરમાં ઘર છોડી ગયેલો પોતાનો પુત્ર કયાં છે? તેવા સવાલો કરી વ્યાજંકવાદીઓ તેમને અને તેમના પત્નીને ભયંકર ત્રાસ આપતા હોવાની ફરીયાદ પોલીસ કમિશ્નર સમક્ષ કરી છે. મનસુખભાઇ નાનજીભાઇ બોડાએ લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે હું અને મારી પત્ની બંન્ને અપંગ છીએ. મારો પુત્ર મારા કહયામાં વર્ષોથી નથી. આ સંદર્ભે મેં અખબારોમાં જાહેર નોટીસ પણ આપી હતી. તેણે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. આ લોકો અમને ખુબ પરેશાન કરે છે. મારો દિકરો પણ તેમના ત્રાસથી, 'મારી ચિંતા કરતા નહિ, મને શોધતા નહિ, હું પૈસાની વ્યવસ્થા કરીને જ પાછો આવીશ' તેમ કહી કયાંક ચાલ્યો ગયો છે. આ પહેલા લોન લઇને પણ વ્યાજના પૈસા ચુકવ્યા હતા. હજુ પણ અમને ખુબ પરેશાન કરે છે. ફોન ઉપર જેમ-તેમ બોલે છે. શાંતિથી કામ કરવા દેતા નથી. તારા છોકરાને બારોબાર પુરો કરી નાખવા અને ઘરને તાળા મારી દેવા ધમકી આપે છે. મારા પુત્રની ગાડી અને પૈસા બધુ જ લઇ લીધું છે. માલવીયા પોલીસ ચોકીમાંથી કર્મચારીઓ મધરાતે આવીને અમારા તથા આસપાસના ઘરો ચેક કરી ' તારા છોકરાને કયાં સંતાડયો છે તેમ કહી ધમકાવે છે' પોલીસમેને ફોન કરી તેમજ રૂબરૂ પોલીસની ગાડી લઇ આવી, 'તારા છોકરાને કહે મારી ગાડી આપી દે' તેમ કહી ધમકાવે છે.

કુલદીપભાઇ ઝાલા, સાગરભાઇ ટાંક, સાગરભાઇ વાંક, અજયભાઇ જાડેજા, પીન્ટુભાઇ, તેજસભાઇ, ઋતુરાજસિંહ, નગીનભાઇ ડાંગર અને કિશનભાઇ ડાંગરનો અમને સતત માનસીક ત્રાસ છે આ બાબતે યોગ્ય કરી અમારી તકલીફનું નિરાકરણ લાવવા વિનંતી છે તેવું મનસુખભાઇએ પોતાની લેખીત અરજીમાં જણાવ્યું છે. (૪.૧૧)

(3:39 pm IST)
  • કોંગ્રેસ પ્રેરિત નાટકીય ઉપવાસ આંદોલનનો અંત:હાર્દિક કોંગ્રેસની સામે ભિગીબિલ્લી બન્યો.સમગ્ર નાટકીય ઉપવાસમાં કોંગ્રેસના આટલા બધા નેતાઓ આવ્યા પણ કોઇ પાસે લખાવી કે બોલાવી ના શક્યો "પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવો જોઇએ":સમાજની લાગણી અને માંગણીની મજાક બનાવી,સમાજને ગુમરાહ કરનાર હાર્દિકના કોંગ્રેસ માટેનાં નાટકનો અંત થયો.તૅમ ભાજપના રેશ્મા પટેલએ કહ્યું હતું access_time 11:57 pm IST

  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • રાહુલે ૫ હજાર કરોડનું કર્યુ કૌભાંડ : બીજેપીના કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો : રાહુલ ગાંધી ગમે ત્યારે ટ્વીટ કરે છે, તેણે કાળા નાણાનો ઉપયોગ કર્યો છે : ૫ હજાર કરોડનું કૌભાંડ પણ તેણે કર્યુ છે : શેલ કંપની પાસેથી રાહુલે લીધી છે લોન : માલ્યાની મદદ ગાંધી પરિવારે કરી છે : રાહુલનું હવાલાથી કનેકશન છે : બીજેપીના જબરા પ્રહારો access_time 4:05 pm IST