Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ભાવસાર જ્ઞાતિની વાડીમાં ગણપતિ ઉત્સવ : ગણેશ મહાયજ્ઞમાં ૧૦૦૮ની લાડુની આહુતિ અપાશે

સત્યનારાયણ કથા - શ્રીનાથજીની ઝાંખી - છપ્પન ભોગ - રાસોત્સવ

રાજકોટ, તા. ૧૨ : ભાવસાર યુવા સંગઠન દ્વારા સતત પાંચમા વર્ષે ભાવસાર જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીના સાનિધ્યમાં ગણોના અધિપતિ એવા વિઘ્નહર્તા દુંદાળા દેવ શ્રી ગણેશજી મહારાજના ગણેશજી મહોત્સવ-૨૦૧૮નું આયોજન તા.૧૩થી ૨૩ સુધી ભાવસાર જ્ઞાતિની વાડી, સંત કબીર રોડ, ૬-ચંપકનગર ાતે આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આવતીકાલે ધમાકેદાર પાઘ અને અલંકારથી સુશોભિત ગજાનન મહારાજનું હર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણમાં વાજતે-ગાજતે સામૈયુ કરી શાસ્ત્રોકત વિધિ અને વૈદિક મંત્રોચ્ચારથી પરિસરમાં આવેલ રોશની અને કારીગરીથી આકર્ષક ખાસ સુશોભિત પંડાલમાં આસને બિરાજમાન કરવામાં આવશે.

આ મહોત્સવમાં ગણપતિ દાદાની પૂજા, અર્ચના અને સવાર - સાંજ આરતી પૂજન કરી ઉપાસના કરવામાં આવશે. દરરોજ સવારની આરતી ૮:૩૦ કલાકે તેમજ રાત્રીના ૮:૩૦ કલાકે મહાઆરતી થશે. તા.૧૮ના રોજ ગણેશ મહાયજ્ઞમાં ૧૦૦૮ની લાડુની આહૂતિ આપવામાં આવશે. ઉપરાંત ભગવાન સત્યનારાયણદેવની કથા, શ્રીનાથજીની ઝાંખી, છપ્પનભોગ તેમજ રાસોત્સવ તેમજ તા.૨૩ના જ્ઞાતિબંધુ માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા ગાવા જયકિશન (મો.૯૭૧૨૬ ૯૮૯૮૬), અભિષેક ભુદ્રાણી, સરવૈયા ધર્મેશ, ગાવા જીગર, ભુદ્રાણી વિમલ (મો.૯૭૨૩૭ ૭૫૬૭૬), મલસાતર કવન, જોધપુરા ચેતન (મો.૯૮૨૪૨ ૩૯૩૧૨), ગાવા પ્રિયાંક, ભુદ્રાણી હિતેષ, સરવૈયા સમીર, ગાવા માધવ, ચેતનપુરા કેતન, ભુદ્રાણી કમલેશ, સોલંકી વિશાલ, સોલંકી સાગર, કુંવરીયા જીજ્ઞેશ, ભુદ્રાણી પ્રતિક, બરદાણા ભાવેશ, બરદાણા નિકુંજ, જોધપુરા દર્શન, પરમાર કિશન, જોધપુરા નયન, સરવૈયા ગોપાલ, ચેતનપુરા વિશાલ, ભુદ્રાણી હર્ષ, મલસાતર હર્ષ, મલસાતર રાહુલ, કુવરીયા જીજ્ઞેશ, કુવરીયા મયુર, કાપડીયા રાજુ, પંડિત તુષાર, ગાવા દર્શિત તેમજ સંગઠનના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૩)

(3:38 pm IST)