Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ઢોર ડબ્બામાં ઘાસચારાનું કૌભાંડ : કોંગ્રેસ

સારી-સારી ગાયો બારોબાર આપી દેવાય છે : ઘાસચારાના રજીસ્ટરમાં ગેરરીતિ : લાખોનો ગોટાળો : સુકુઘાસ નથી અપાતુ - મકાઇને બદલે જારના જાડા રાડા અપાય છે : વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ સ્થળ તપાસ કરી તંત્રવાહકો સામે આક્ષેપો કર્યા

રાજકોટ તા. ૧૨ : મ્યુ. કોર્પોરેશન સંચાલીત ઢોર ડબ્બામાં ગાયોના ઘાસચારામાં જબરૂ કૌભાંડ હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ કર્યો છે.

આ અંગે વશરામભાઇની યાદીમાં જણાવાયા મુજબ આજરોજ સવારે ૧૦ કલાકે ભાવનગર રોડ પર આવેલ ઢોર ડબ્બાના ચેકિંગ માં વશરામભાઈ સાગઠીયા સાથે હીરાભાઈ ચાવડા, અરવિંદભાઈ મુછડીયા, કેશુભાઈ ભોજાણી અને સુરેશભાઈ જાદવ ગયા હતા જેમાં એમને મળે ફરિયાદ મુજબ જ ત્યાં હતું જેની તપાસ કરતા ઘાંસ જે આવે છે તેમાં માટી(ધૂળ) ચોટેલી નજરે પડે છે શેરડીના સાંઠા કરતા પણ મોટી જાર (જુવાર)ના રાડા નજરે પડ્યા હતા અમારા સાથે માપતા અમારા કરતા પણ વધારે લાંબા ૪ ફૂટ લાંબા-લાંબા ૧૦-૧૦ ફૂટ ના જે ડો.જાકાસણીયાની હાજરીમાં માપતા ડો.જાકાસણીયાએ કબુલ્યું છે કે આઠ થી નવ ફૂટ ઉંચી જાર(જુવાર)ના રાડા હતા જે ઢોર ખાઈ સકે નહી તે પણ તેમને કબુલ્યું હતું આ જુવારની સાથે કડવું ખડ (ઘાંસ) પણ હતું,

જે ઢોર (ગાયો) ખાય નહી સ્થાનિકને પૂછતા જાણ્યા મુજબ દરરોજ ઘાંસમાં કપાત (ઓછુ) કરી રજીસ્ટરમાં લખતા હોય છે પરંતુ છેલ્લા પાંચ મહિના માં ફકત તારીખ ૭/૯/૨૦૧૮માં એક જ દિવસમાં ઘાંસમાં ૧૦૦ કિલો કપાત કરી એટલે કે બાકીના પાંચ મહિનાના ઘાંસના પૂરે પુરા રૂપિયા ચૂકવી દીધા છે આ ઘાંસનો કોન્ટ્રાકટર પણ કોર્પોરેશનના અધિકારીના સગા છે તે પણ સ્થળ ઉપર થી જાણવા મળ્યું છે જેના હિસાબે જ લાખો રૂપિયાનું ઘાંસ માં ગોટાળો થયાની આશંકા વિપક્ષી નેતાએ વ્યકત કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, મકાઈ જો ઢોરને આપવામાં આવે તો તે આખેઆખી ખાઈ જાય છે પરંતુ જુવાર (જાર) ના રાડા તે ખાતા નથી અને તેમને તેમજ પડ્યા રહે છે અંતે તે કચરામાં નાખી દેવા પડે છે અને હિસાબમાં પુરા પૈસા વસુલાય છે આ ઘાંસચારાના કોભાંડમાં છેલ્લા પાંચ મહિના માં તા.૭/૯/૨૦૧૮ના દિવસને બાદ કરતા કયાય પણ ઘાંસની કપાત પણ થયેલ નથી ઢોરને સુકું અને લીલું ઘાંસ આપવાનું હોય છે પરંતુ સુકું ઘાસ કયારેય મળતું નથી.

યાદીના અંતે શ્રી સાગઠિયાએ એવા આક્ષેપો કર્યા છે કે, ગૌ શાળા વાળા સાથે સેટિંગ કરીને સારી સારી ગાયો બારોબાર આપી દેવાય છે. મોટા ઢોરને ૨૦ કિલો નાના ઢોરને ૧૦ કિલો ઘાંસ આપવામાં આવે છે તેની સામે મોટા મોટા ૧૦-૧૦ ફૂટના જારના ઢોર ખાઈ સકતા નથી જેથી ઢોર ભૂખ્યા રહે છે છેલ્લા ૨ દિવસ થી કેટલું ઘાંસ આવ્યું તે રજીસ્ટર ચેક કરતા રજીસ્ટર ખાલી (કોરું) બતાવે છે આને અર્થ એ થાય છે કે ડાયરેકટ ઘાંસચારાનું કોભાંડ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતની ગંભીરતાપૂર્વક તપાસ કરવા વિપક્ષી નેતાએ માંગ ઉઠાવી છે.

(3:28 pm IST)
  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST

  • ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલમાંથી ફરાર:અનેક ગુનાઓમાં સંડોવાયેલ આરોપી રામજી કોળી જેલની દીવાલ કુદીને થયો ફરાર:કચ્છ ,બનાસકાંઠા ,પાટણ જિલ્લા માં નક્કાબંધી કરી હિસ્ટ્રીશિટર આરોપીને શોધવા પોલીસ તપાસ:આરોપીને શોધવા પોલીસે બનાવી પાંચ ટીમ access_time 11:02 pm IST