Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ચેક રીટર્ન કેસમાં મે.વિર ધની ટ્રેડીંગ કંપની તથા તેના ભાગીદાર પુખરાજ રાથોર લાખારા સામે સમન્‍સ ઈસ્‍યુ કરવા કોર્ટનો હુકમ

રાજકોટઃ શહેરમાં ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટમાં આવેલ જય પોલીટેક ઈન્‍ડસ્‍ટ્રીઝના પાસેથી મે. વિર ધની ટ્રેડીંગ કંપનીના ભાગીદાર પુખરાજ રાથોર લાખારાએ રકમ રૂા.૯,૦૦,૦૦૦ ઉધાર માલની ખરીદી કરેલ હતી. જે રકમ ચુકવવા માટે ચેક આપેલ હોય જે  ચેક પરત ફરતા જય પોલીટેક ઈન્‍ડસ્‍ટ્રીઝવતી એડવોકેટ દર્શિત બી. સોલંકીએ નોટીસ આપેલ હતી. છતા રકમ ન ચુકવતા જય પોલીટેક ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રોપરાઈટરે મે. વિર ધની ટ્રેડીંગ કંપની તથા તેના ભાગીદાર પુખરાજ રાથોર લાખારા સામે ફરીયાદ દાખલો કરતા ફરીયાદ રજીસ્‍ટરે લઈ મે.વિર ધની ટ્રેડીંગ કંપની તથા તેના ભાગીદાર પુખરાજ રાથોર લાખારાને આગામી તારીખે હાજર રહેવા સમન્‍સ ઈસ્‍યુ કરવામાં આવેલ છે.

આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ તરીકે અનિરૂધ્‍ધ એ. નથવાણી, દિવ્‍યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, રાહુલ પી. સોલંકી તથા ધર્મીલ વી.પોપટ રોકાયેલ છે.

(4:18 pm IST)