Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મકાન અને જાહેરમાં પોલીસના દરોડાઃ છ સ્‍થળે જૂગાર રમતા ૪૦ શખ્‍સો પકડાયા

શીવાજીનગરમાંથી ૧૧, માજોઠીનગર મકાનમાંથી ૯, વેલનાથપરામાંથી ૯, બેડી ચોકડી પાસેથી ૪

રાજકોટ તા. ૧૩ :.. શહેરના અલગ - અલગ વિસ્‍તારમાં પોલીસે છ સ્‍થળે દરોડા પાડી મકાન અને જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા ૪૦ શખ્‍સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ વેલનાથપરા પુલ પાસે કેટલાક શખ્‍સો જૂગાર રમતા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. મોહસીનખાન મલેક અને કોન્‍સ. નિલેષભાઇ વાવેચા સહિતે દરોડો પાડી વેલનાથપરા પુલ પાસે જાહેરમાં જૂગાર રમતા રામબહાદુર ઉર્ફે સુનિલ રામશંકરભાઇ કુશ્વાહા, દેવ શ્રીરામભાઇ કુશ્વાહા, શિવનારાયણ રામકિશન પ્રજાપતી, સોહનસિંઘ નરેન્‍દ્રસિંઘ સેંગર, ગજેન્‍દ્ર મેવાલાલ કુશ્વાહા, સંતોષ સુખદેવભાઇ શાહ, ઓમકાર ઉમરપાસિંઘ રાઠોડ, ધર્મેન્‍દ્રસિંઘ રમેશસિંઘ સેગર, તથા રામાશંકર રામનારાયણ શ્રીવાસને પકડી લઇ રૂા. ૧૦,પ૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

બેડી ચોકડી પાસેથી ચાર પકડાયા

બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્‍સી શેરી નં. ૧ ની પાછળ પીએસઆઇ પી. બી. ત્રાજીયા તથા હેડ કોન્‍સ. જયપાલસિંહ ઝાલા, સહિતે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા ગૌરવ જયેશભાઇ પાટડીયા, બાબુ નાથાભાઇ ઝાખેલીયા, શાહરૂખ ભીખુભાઇ સમા અને સુરજ શૈલેષભાઇ દારોદરાને પકડી લઇ રૂા. પ૧૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

માજોઠીનગરમાંથી નવ શખ્‍સો પકડાયા

દૂધસાગર રોડ પર માજોઠીનગરમાં મકાનમાં જૂગારધામ ચાલતુ હોવાની થોરાળા પોલીસ મથકના કોન્‍સ. કિરણભાઇ પરમાર, પ્રદ્યુમનસિંહ રાણા તથા વિક્રમભાઇ લોખીલને બાતમી મળતા માજોઠીનગર શેરી નં. ર માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા મકાન માલીક નરેન્‍દ્રસિંહ સુરૂભા ઝાલા, તથા બાલકૃષ્‍ણ સોસાયટી શેરી નં. ૮ ના રવિરાજસિંહ અશોકસિંહ ઝાલા,  ગંજીવાડા શેરી નં. ૧ ના અભય હરેશભાઇ સોલંકી, ભરતસિંહ દિલુભા સોઢા, આકાશદીપ સોસાયટી શેરી નં. ૭ ના મીનાબા મહાવીરસિંહ ગોહીલ, શેરી નં. ૧૩ ના શાનવીબેન શૈલેષભાઇ પાગરામ, ગુંદાવાડી શેરી નં. ર ના નયનાબેન ભરતભાઇ ઠકકર, માજોઠીનગર શેરી નં. ર ના ગવરીબેન ભરતભાઇ ચૌહાણ તથા મધુબેન કમલેશભાઇ ઉભડીયાને પકડી લઇ રૂા. ૧૪પ૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

શીવાજીનગરમાંથી ૧૧ શખ્‍સો પકડાયા

દૂધસાગર રોડ પર શીવાજીનગરમાં કેટલાક શખ્‍સો જૂગાર રમતા હોવાની થોરાળા પોલીસ મથકમાં હેડ કોન્‍સ. વીમલભાઇ ધાણજા, કોન્‍સ. જયદીપભાઇ ધોળકીયા, અને રમેશભાઇ માલકીયાને બાતમી મળતા શીવાજીનગર શેરી નં. ર૧ માં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા શીવાજીનગર શેરી નં. ૧૦ ના અલ્‍પેશ જેન્‍તીભાઇ બાંભણીયા, રામનાથપરા શેરી નં. ૪ ના મેહુલ મંગાભાઇ ઢાપા, આજી ડેમ ચોકડી શ્રીરામ પાર્ક શેરી નં. ર ના અરજણ નાનજીભાઇ બાંભણીયા, મનહરપરા સોસાયટીના અજય જેન્‍તીભાઇ પરમાર, રામનાથપરા મેઇન રોડ પરના નરેશ મનસુખભાઇ પરમાર, શીવાજીનગર શેરી નં. પ ના રાજેશ અમુભાઇ બારૈયા, અને શેરી નં. ૧૦ ના રાજૂ નરશીભાઇ પરમારને પકડી લઇ રૂા. ૧૯૭૮૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી.

જયારે અન્‍ય દરોડામાં શીવાજીનગર શેરી નં. ર૧ માં દરોડો પાડી શીવાજીનગર શેરી નં. ર૧ ના હિતેશ ચનાભાઇ મકવાણા, લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૭-૮ ના કાનો અરજણભાઇ મુંધવા, બેડીપરા શ્રમજીવી શેરી નં. ર-૩ ના રણજીતસિંહ મહેન્‍દ્રસિંહ ગોહીલ અને ચુનારાવાડ શેરી નં. ૭-૮ ના રોહીત રમેશભાઇ સોરાણીને પકડી લઇ રા. ૧પ,૪૬૦ ની રોકડ સહિની મત્તા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ જે. આર. દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડ કોન્‍સ ભુપતભાઇ વાસાણી, કનુભાઇ, જયદીપભાઇ, રમેશભાઇ, પ્રદ્યુમનસિંહ, કિરણભાઇ તથા વિક્રમભાઇ દ્વારા કરવામાં આવી હતી.

આવાસના કવાર્ટરમાંથી સાત શખ્‍સો પકડાયા

કાલાવડ રોડ પર વામ્‍બે આવાસ યોજનાના કવાર્ટરમાં મહિલા સંચાલીત જૂગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન. કે. રાજપુરોહિત તથા કોન્‍સ. શિવભદ્રસિંહ ગોહીલ સહિતે વામ્‍બે આવાસ યોજનાના કવાર્ટર બ્‍લોક નં. ૧૯ કવાર્ટર નં. ૧૭ માં દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા કવાર્ટર માલીક જયોતિબેન અશોકભાઇ ચૌહાણ તથા નરેન્‍દ્ર બળવંતરાય વ્‍યાસ, મોહસીન નાશીરભાઇ પરમાર, પ્રભાબેન બળવંતરાય વ્‍યાસ, લક્ષ્મીબેન હરસુખભાઇ બગડા, અનિતાબેન પ્રકાશભાઇ પટેલ, અનુશ્રીબેન રાજેશભાઇ રામાનંદીને પકડી લઇ રૂા. ૧૧૭૩૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(4:09 pm IST)