Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સામાકાંઠે વિસ્‍તારમાં મનપાની ફુડ શાખાના દરોડા : ૧૪ નમૂનાની સ્‍થળ પર ચકાસણી

કાજુકતરી અને ચોકલેટ પેંડાના સેમ્‍પલ લેવાયા : ૧૬ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ

રાજકોટ,તા. ૧૩ : મહાનગરપાલિકા ફુડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને સંતકબીર રોડ, પેડક રોડ વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૬ ધંધાર્થીને ત્‍યાં ચકાસણી દરમિયાન વેંચાણ થતી દૂધ, દૂધની બનાવટ, ફરાળી પેટીસ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

આ ઉપરાંત ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ -૨૦૦૬ હેઠળ (૧) કાજુ કતરી (લુઝ) રાધિકા ડેરી ફાર્મ રેલનગર મેઇન રોડ, રામેશ્વર પાર્ક, રાધિકા કોમ્‍પ્‍લેક્‍સમાંથી તથા (૨) ચોકલેટ પેંડા (લુઝ) જય ખોડીયાર ડેરી ફાર્મ શોપ નં. ૨૭, નંદનવન પાર્ક, સૈનિક સોસાયટી સામે, જામનગર રોડ વગેરે સ્‍થળોએથી બે નમૂના લેવામાં આવ્‍યા હતા.

(4:06 pm IST)