Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

‘તુ બોવ નોકરી કરે છે અહી ગામડે આવતી જ નથી' કહી જયશ્રીબેનને પતિ સાસરિયાનો ત્રાસ

કાલાવડના ભાવાભી ખીજડીયામાં રહેતા પતિ ભાવેશ ત્રાડા, સાસુ હેમબેન અને સસરા દામજીભાઇ ત્રાડા સામે ગુનો

રાજકોટ, તા.૧૩: મવડી ચોકડી સીતારામચોક પાસે નાગબાઇ પાર્કમાં રહેતી મહિલાને કાલાવડના ભાવાભી ખીજડીયામાં પતિ, સાસુ અને સસરા ‘તું બોવ નોકરી કરે છે અહીં ગામડે આવતી જ નથી, પાંચ દીકરી હતી આ છઠ્ઠી આવી કહી ત્રાસ આપતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મવડી ચોકડી પાસે નાગબાઇ પાર્ક-૨માં રહેતા જયશ્રીબેન ભાવેશભાઇ ત્રાડા (ઉ.વ.૩૩)એ મહિલા પોલીસ મથકમાં કાલાવડના ભાવાભી ખીજડીયા ગામમાં રહેતા પતિ ભાવેશ દામજીભાઇ ત્રાડા, સાસુ હેમબેન ત્રાડ અને સસરા દામજીભાઇ કુરજીભાઇ ત્રાડા સામે ફરીયાદ નોંધાવી છે. જયશ્રીબેને ફરીયાદમાં જણાવ્‍યા મુજબ પોતાના લગ્ન ૨૦૧૦માં થયા હતા. છેલ્લા ચાર માસથી અલગ રહે છે. લગ્ન બાદ પતિ કામ ન કરતો હોવાથી ગામડે જઇ શકતા ન હોઇ તેથી સાસુ ‘તુ બોવ નોકરી કરે છે અહીં ગામડે આવતી જ નથી તારી જેમ કોઇ કામને ચોંટી નથી રહેતુ' તેમ કહી મેણા ટોણા મારતા હતા. પોતે માવતરેથી પૈસા લાવી ઘર ચલાવતા અને દીકરીનો જન્‍મ થતા સાસુએ મારે પાંચ દીકરી હતી. આ છઠ્ઠી આવી તેમ કહી ના પસંદગી દર્શાવેલ તારે ગામડે જ રહેવાનુ છે અને વાડીમા કામ કરવાનુ છે કહી ત્રાસ આપતા હતા અને પતિએ પૈસા આપવાનુ બંધ કરી દેતા પોતે બ્‍યુટીપાર્લર ચાલુ કરેલ અને દીકરીનો ખર્ચો કાઢતા હતા. પતિએ કહેલ કે ‘તારે ગામડે આવવુ હોય તો આવ હુ રાજકોટ નહી આવુ અને તારે અહીં ન આવવુ હોય તો તારા પિતાના ઘરે જસદણ જતી રહે તેમ કહી ફોન કાપી નાખેલ.  બાદ પોતે પુત્રી સાથે રાજકોટ એકલા રહેતા હોવા છતા પતિએ આજદીન સુધી પોતાની અને દીકરીની કોઇ દરકાર લીધી નથી. સમાધાનની મીટીંગ થતા સસરાએ તારે છૂટાછેડા લઇ લેવા જોઇએ તારો જ વાંક છે' કહી ઝઘડો કર્યો હતો. પતિ ગામડે જતો રહ્યો હતો. આથી પોતે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ આઇ.એમ. શેખે તપાસ હાથ ધરી છે.

 

(4:08 pm IST)