Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહના નેતૃત્‍વમાં કોલીથડમાં તિરંગા રેલી

રાજકોટ, તા. ૧૩ :  આજ ગોંડલ તાલુકાના કોલીથડ ગામે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ આહવાન મુજબ આઝાદી કા અમૃત મહોત્‍સવ ઘર ઘર તિરંગાના ભાગરૂપે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ સહદેવસિંહ જાડજામાં નેતૃત્‍વ રેલી નીકળેલી હતી.

કોલીથડ ગામના સ્‍કુલના અંદાજે ૧પ૦૦ વિદ્યાર્થીઓએ ગ્રામજનો ૩૦૦ થી વધુની સંખ્‍યામાં જોડાઇને આઝાદીના ૭પ વર્ષ બાદ ગ્રામ્‍ય કક્ષાએ રાષ્‍ટ્ર ભવના રાષ્‍ટ્રવાદ અને તિરંગા ધ્‍વજને સન્‍માન સાથે અદ્‌્‌ભૂત જોવા મળેલ આજુબાજુના ગ્રામજનો પણ આવ્‍યા હતા. વરસાદી માહોલ હોવા વહેલી સવારે હોવા છતાં રેલીના આરંભ સરદાર વલ્લભભાઇ પટેલને ફુલહાર કરી અને શિસ્‍ત બંધ નીકળી હતી. આ રેલીમાં ગોંડલ તાલુકા ભાજપ ઉપાધ્‍યક્ષ મનોજભાઇ અકબરી કોલીથળ જુથ મંડળીના પ્રમુખ રમેશભાઇ સાવલિયા સરપંચ તેમજ ગોપાલભાઇ સાવલિયા તેમજ પ્રાથમિક શાળા માધ્‍યમિક શાળા શિક્ષકોએ હાજરી આપી હતી.

(3:45 pm IST)