Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

મનપાને ૧ર દિ'માં આવાસના હપ્તા પેટે ૭.૧૦ કરોડની આવક

ગઇકાલે એક જ દિવસમાં ૧.રર કરોડ તિજોરીમાં જમા થયા : એપ્રિલથી અત્‍યાર સુધીમાં ૬૧.૭પ કરોડ લાભાર્થીઓએ ભર્યા

રાજકોટ, તા.૧૩:  મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧ હજાર થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના, ખીએસયુપી - ૧,૨,૩, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્‍બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ એક જ દિવસમાં રૂ.૧,૨૨,૧૧,૧૯૬/- ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્‍યારે તા.૧ થી તા.૧૨ સુધીમાં રૂ.૭,૧૦,૭૬,૪૭૮/- ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્‍યારે તા.૧-૪ થી તા.૧૨-૮-૨૦૨૨ સુધીમાં રૂ.૬૧,૭૫,૭૯,૪૦૪/- ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. 

 હાલમાં જ નિયત હપ્તા, નિયત મુદતમાં ન ભરપાઈ કરનાર જીએચટીસી-૧ (લાઈટ હાઉસ) પ્રોજેક્‍ટના ૩૨૭ લાભાર્થીઓને તેમજ એમઆઇજી (વિમલનગર અને ભીમનગર) સાઈટના ૧૩૦ લાભાર્થીઓને નોટીસ આપવામાં આવેલી છે.

(3:47 pm IST)