Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજકોટમાં મેઘરાજાની જમાવટ : એકધારો ચાલુઃ ગઇકાલ સવારથી આજે બપોર સુધીમાં દોઢથી પોણા બે ઇંચઃ મોસમનો ર૭ ઇંચ

રાજકોટઃ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. આ લખાય છે ત્યારે બપોરે ૧રઃ૪પ વાગે મેઘરાજાએ સ્પીડ પકડી છે એકરસ બન્યો છે.

ગત મંગળવારની રાતથી  મેઘરાજાનું આવન-જાવન સતત ચાલુ છે ગઇકાલે પણ દિવસ દરમ્યાન હળવા ભારે ઝાપટાઓનો દોર સતત ચાલુ રહ્યો હતો.

દરમિયાન આજે વ્હેલી સવારે પણ વરસી ગયો હતો બાદમાં ધીમીધારે, હળવો ભારે સતત ચાલુ છે.

હવામાન ખાતામાં નોંધાયેલ આંકડા જોઇએ તો ગઇકાલ સવારથી આજ સવારે ૮ સુધીમાં ૧૪.ર મી.મી. તેમજ આજે સવારથી બપોરે ૧ર વાગ્યા સુધીમાં ૪ મી.મી. પાણી પડયું છે મોસમનો કુલ ૬૮૧.૧ મી.મી.(ર૭ ઇંચ) પહોંચી ગયો છે.

જયારે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલ રૂમમાં આજે સવારથી બપોરે ૧ર સુધીમાં ત્રણેય ઝોનમાં ૪ મી.મી. પાણી પડયું છે અને છેલ્લા ર૪ કલાકમાં (ગઇકાલ સવારે ૮ થી આજે સવારે ૮) સુધી સેન્ટ્રલ ઝોન ર૪ મી.મી., વેસ્ટ ઝોન રપ મી.મી. અને ઇસ્ટઝોનમાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો છે જયારે મોસમનો કુલ સેન્ટ્રલ ઝોનમાં પ૮૬ મી.મી.વેસ્ટઝોન પ૮ર મી.મી. અને ઇસ્ટઝોનમાં પ૪૭ મી.મી. પાણી પડયું છે.

(2:33 pm IST)