Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

જૂગારના ૮ દરોડામાં ૪૫ પકડાયાઃ ૮૮ હજારની રોકડ કબ્જે

રાજકોટઃ રજાના માહોલમાં જૂગાર રમવા બેસી ગયેલા કેટલાક પત્તાપ્રેમીઓની બાતમી મળી જતાં પોલીસે દરોડા પાડી ધરપકડ કરી હતી. અલગ-અલગ પોલીસ સ્ટેશનની ટીમોએ ૮ દરોડા પાડી ૪૫ની ધરપકડ કરી રૂ. ૮૮૪૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

 ભકિતનગર પોલીસે વાણીયાવાડી-૧/૧૦ના ખુણે ઉમેશ મુળજીભાઇ રાજાણીના ઘરમાં દરોડો પાડી તેના સહિત ૬ને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૨૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી. પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ જેબલીયા, એએઅસાઇ ફિરોઝભાઇ શેખ, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

જ્યારે આજીડેમ પોલીસે માંડા ડુંગર નજીક આરોગ્ય કેન્દ્ર સામે સુંદરમ એવન્યુ ફલેટ નં. ૩૦૯માં રહેતાં અશ્વિન ગોરધનભાઇ જોષીના ઘરમાં દરોડો પાડી તેને તથા બીજા પાંચને જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૬૭૦૦ કબ્જે લીધા હતાં. પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા, કુલદીપસિંહ જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

આ ઉપરાંત પ્ર.નગર પોલીસે રેલનગર મેઇન રોડ ભગવતી હોલ પાસે સાઇબાબા સોસાયટી બ્લોક નં. ૧૯મા રહેતાં ભરતભાઇ ગુણવંતરાય પંડ્યાના ઘરમાં દરોડો પાડી તેને તથા બીજા ત્રણને તિનપત્તી રમતાં પકડી રૂ. ૧૫૩૦ કબ્જે લીધા હતાં. પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે.ડી. પટેલ, યુવરાજસિંહ સહિતે દરોડો પાડ્યો હતો. આ ઉપરાંત એએસઆઇ એસ.આર. જોગરાણા સહિતે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ વન બીએચકે ફલેટ નં. ૧૦૪ની ખુલ્લી લોબીમાં દરોડો પાડી વજુભાઇ ડોડીયા સહિત પાંચને પકડી લઇ રૂ. ૩૨૫૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં. તેમજ પીએસઆઇ બી. વી. બોરીસાગર, આનંદભાઇ સહિતે રેલનગર અવધ પાર્ક-૩માં દરોડો પાડી જયેશ જેઠવા સહિત ચારને જૂગાર રમતાં પકડી રૂ. ૧૯૮૦ની રોકડ કબ્જે લીધી હતી.

ગાંધીગ્રામ પોલીસે લાખના બંગલા પાસે હરિઓમ સોસાયટી-૧માં દરોડો પાડી દલસુખભાઇ રંગાડીયા સહિત ૭ને જૂગાર રમતાં પકડી રૂ. ૬૧૩૦ તથા શ્યામનગર-૩માં પંકજભાઇ સોલંકીના ઘરમાં દરોડો પાડી તેના સહિત ૮ને પકડી લઇ રૂ. ૧૧૭૫૦ કબ્જે લીધા હતાં. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં એએસઆઇ એમ. વી. લુવા, એમ. બી. ગઢવી સહિતે દરોડો પાડ્યો હતો.

તાલુકા પોલીસે શ્રી હરિ સોસાયટી-૧૪માં દિલીપભાઇ ચનાભાઇ સાવલીયાના ઘરમાં દરોડો પાડી તેના સહિત પાંચને જૂગાર રમતાં પકડી રૂ. ૧૪૮૧૦ કબ્જે લીધા હતાં. પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ પી. એન. રાઠવા, કિરણભાઇ બાલાસરા સહિતે દરોડો પાડ્યો હતો.

(11:29 am IST)