Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

પરિણીતા રંજનબેન મકવાણાને ત્રાસ

દિકરીની સ્કૂલની ફી ભરવી હોઇ તો તારા દાગીના આપ... : બજરંગવાડી મેધા ગઢવીને કરિયાવર બાબતે વલસાડમાં પતિ- સાસરિયાનો ત્રાસ

રાજકોટ,તા.૧૩: આંબેડકરનગરમાં બીજા લગ્ન કરનાર વણકર મહિલાને દિકરીની સ્કુલની ફી ભરવાની છે તો તારા દાગીના આપ કહી પતિ, સાસુ,સસરા અને જેઠાણી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે. જયારે બીજા બનાવમાં બજરંગવાડી ગઢવી પરિણીતાને કરિયાવર બાબતે વલસાડમાં પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ સહિત વિહાર સોસાયટીમાં માવતરના ઘરે દોઢેક માસથી રહેતા રંજનબેન અનિલભાઇ મકવાણા (ઉવ.૩૧) એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં તીરૂપત્તિ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આંબેડકરનગરમાં રહેતા પતિ અનિલ રામજીભાઇ મકવાણા, જેઠ રાજેશ મકવાણા જેઠાણી કૈલાશ મકવાણાના નામે આપ્યા છે. રંજનબેન મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે , પોતે માવતરના ઘરે છેલ્લા દોઢેક માસથી રહે છે. સંતાનમાં એક ૮ વર્ષની દીકરી છે. જે આગલા છે. પહેલા પતિના અવસાન બાદ તા.૧૪/૫ના રોજ જ્ઞાતિના રીતરીવાજ મુજબ આંબેડકરનગર માં રહેતો અનીલ રામજીભાઇ મકવાણા સાથે લગ્ન થયા હતા. અને અનીલના ત્રીજા લગ્ન છે. બીજા લગ્ન બાદ આગલા ઘરની દીકરી પોતાની સાથે લઇ ગયેલ છે. અને લગ્નબાદ પોતે પતિ તથા સસરા, જેઠઅને જેઠાણી સાથે સંયુકત પરિવારમાં રહેતા હતા. લગ્નના પંદર દિવસ પોતાના સારી રીતે રાખ્યા બાદ સસરા, જેઠ અને જેઠાણી ઘરની નાની નાની બાબતે ટોર્ચર કરતા અને પતિ દીકરીના ભણતરના ખર્ચ બાબતે ઝઘડો કરતો હતો અને કહેતો કે તારી દીકરીની સ્કુલની ફી ભરવાની છે તો તારા દાગીના આપ મને ત્યારે મે દાગીના આપવાની ના પાડતા તેણે ઝઘડો કરી માર માર્યો હતો અને સસરા પણ પતિનો સાથ આપી કહેલ કે 'તુ દાગીના તારા બાપના ઘરેથી કયાં લાવી છે'તેમ કહી મેણાટોણા મારતા હતા અને જેઠ- જેઠાણી ઘરકામ  બાબતે મેણાટોણા મારતા હતા. અને કહેતા મે 'તારા બાપના ઘરેતો ઝુપડામાં રહેતી અને અહી આવી તને બધુ મળી ગયું છે.'કહી ઝઘડો કરતા હતા. અને દારૂપી ગાળો આપી મારમારતા શારીરીક અને માનસીક ત્રાસ આપતા પોતે તેના ભાઇ- ભાભીને ફોન કરી બોલાવ્યા હતા. અને ભાઇ-ભાભી પોતાને માવતરે લઇ આવ્યા હતા આ અંગે રંજનબેન મકવાણાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા એએસઆઇ જી.વાય.પંડયાએ તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં જામનગર રોડ બજરંગવાડી પવન કોમ્પ્લેક્ષમાં માવતરે રીસામણે આવેલ મેધા બીરેન રત્નુ(ઉવ.૨૭) એ મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાની દોઢ વર્ષ પહેલા વલસાડમાં રહેતા બિરેન જીતેન્દ્રભાઇ રત્નુ સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ બંને અંકલેશ્વર ખાતે રહેલ અને શનિ-રવીની રજાના દિવસોમાં પોતે સાસરીયાના ઘરે વલસાડ ખાતે જતા અને આમ છ એક મહિના ચાલેલ અને ત્યારે પતિ એ પોતાને સારી રીતે રાખતા અને પોતે વલસાડ જતા ત્યારે વલસાડમાં સાસુ અર્ચનાબેન અને સસરા જીતેન્દ્ર ભુપતભાઇ રત્નુ તથા બંને નણંદ ઉર્વશી ભાર્ગવભાઇ ગઢવી, શીંવાંગી જીતેન્દ્ર રત્નુ પતિને ચઢામણી કરતા અને પતિ -સાસુ-સેસરા તથા બંને નણંદે મેણાટોણા મારતા અને કહેતા કે 'તારા પિયરમાંથી ચીજવસ્તુ તથા રોકડ રકમ તેમજ ટીવી અને એસી તથા પાંચ તોલા સોનુ કેમના લઇ આવી' તેમ કહી  માનસીક ત્રાસ આપતા હતા. અને ઝઘડો કરતા હતા બાદ નણંદ વલસાડ ગયેલ અને ત્રણ મહિના વલસાડ રહેલ ત્યારે સાસુ-સસરા બંને નણંદ ઘરની નાની નાની વાતમાં ઝઘડો કરી શારીરિક- માનસીક ત્રાસ આપેલ અને સાસુ કહેતા કે મારા છોકરાને તારા કરતા પણ સરસ છોકરી મળી જાત અને સસરા કહેતા મે બિરેન ભલે ગમે ત્યાં નોકરી કરતો તારે તો મારી બદલી થાય ત્યાં અમારી સાથે રહેવાનું છે.બિરેન સાથે નહી આમ કહી માનસીક ત્રાસ આપતા હતા. અને કાકાજી સસરા રવિ ભુપતભાઇ રત્નુ, કાકીજી સાસુ લીલા રવિ રત્નુ તથા મોટા સસરા કિશોર રવિ રત્નુ(રહે. રાજકોટ) આ તમામ કહેતા કે 'તારે આ બધુ સહન કરવુ પડશે અને ઘરના બધા જેમ કહે તેમ કરવુ પડશે.' જેથી તારો સંસાર ચલાવવો હોઇ તેથી પોતે આ બધુ સહન કરતી હતી આ બાબતે પોતે પિયરમાં વાત  કરતા કાકાના દીકરા નરહરભાઇ વલસાડ આવી તેડી ગયા હતા.બાદ પતિ બિરેનની બદલી વલસાડ થયેલ છે 'તું તારી રીતે આવી જા'કહેતા પોતે વલસાડ આવી હતી અને એક મહિના પોતે વલસાડમાં રહી ત્યારે પતિ બિરેન હજુ બરોડામાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યુ હતું. અને તે શની- રવી વલસાડ આવતા બાદ વલસાડમાં તે પોતાને બોલાવતા પણ નહી અને સાસુ-સસરા ઘરની નાની નાની બાબતે ઝઘડા કરતા અને મારે કાંઇ બોલવાનું નહી તેમ કહેતા હતા બિરેન પતિ વલસાડ આવેલ ત્યારે પોતાની બહેનનો ફોન આવતન પતિએ ફોન ઝુટવી ઝઘડો કરી મારમારતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં જાણ  કરતા તેની ટીમે આવી પોતાને છોડાવી હતી. બાદ પોતાને માતા- પિતા  રાજકોટ લઇ આવ્યા હતા આ અંગે મેધા રત્નુ એ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ ટી.ડી.ચુડાસમાએ તપાસ આદરી છે.

(3:47 pm IST)