Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

બિઝનેસ કંપનીઓ માટે સૌથી મહત્વનો એચ. આર. વિભાગ : ડો. કારીયા

બિઝનેસના વિકાસ માટે કર્મચારીઓ મહત્વનો ભાગ ભજવે છેઃ હસુભાઇ

રાજકોટ તા. ૧૩ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી. ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે એશિયન ઓફ કવોલીટી ઇન્ડીયા, અમદાવાદના ડાયરેકટર ડો. પરેશ કારીયાનો ''એચઆરડી ઓડીટ'' એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ શ્રી હસુભાઇ દવેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રી ડી. જી. પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ શ્રી હસુભાઇ દવે તથા માનદમંત્રી શ્રી મનહરભાઇ મજીઠીયાના વરદહસ્તે મુખ્ય વકતા ડો. પરેશ કારીયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતો.

કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હસુભાઇ દવેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતુ કે એચઆરડી ઓડીટ દ્વારા કોઇપણ બિઝનેશ કે કંપની પોતાનું લક્ષ્ય પાર પાડી શકે છે.

એચઆર ઓડીટ એચઆર મેનેજમેન્ટનું પરફોરમન્સ અને ઇફેકટીવનેશ કેટલી છે તે દર્શાવે છે. કોઇપણ બિઝનેસના વિકાસ માટે તેના કર્મચારીઓ મહત્વનો ભાગ ભજવે છે અને તેનું મેનેજમેન્ટ ત્યારે જ સફળ થાય જયારે એચઆરડી ઓડીટ કરવામાં આવે.

કાર્યક્રમના મુખ્ય વકતા ડો. પરેશ કારીયાએ જણાવેલ હતુ કે બિઝનેસમાં કોઇપણ ચોકકસ પરિણામ મેળવવા માટે કઇ સીસ્ટમ જરૂરી છે તે એચઆર ઓડીટ દર્શાવે છે. એચઆર ઓડીટનું ફોકસ એચઆર પોલીસી, પ્રોસીઝર, ડોકયુમેન્ટ, સીસ્ટમ આ બધી વસ્તુઓ પર રહેલુ હોય છે. એચઆર ઓડીટનો હેતુ કોઇપણ કંપની કે બિઝનેસના એચઆર વિભાગની મજબુતાઇ અને નબળાઇ જાણવાનો છે. કંપની કે બિઝનેસના સિનિયર કે મીડલ લેવલ મેનેજમેન્ટના કર્મચારીઓ અથવા બહારના કન્સલ્ટન્સ આ ઓડીટ કરે છે.

એચઆર ઓડીટ દ્વારા કોઇપણ ડેટાને ઇન્ફોર્મેશનમાં બદલે છે અને તેના પરથી યોગ્ય એકશન લઇ શકાય છે. એચઆર ઓડીટની મેથડમાં ગ્રુપ ઇન્ટરવ્યુ, ઇન્ડીવીજયુઅલ ઇન્ટરવ્યુ, વર્કશોપ, એનાલીસીસ ઓફ રિપોર્ટસ, મેન્યુઅલ, રોકોર્ડસ, પબ્લીક ઇવેન્ટ વિગેરે બાબતોનો સમાવેશ થાય છે. એચઆરડી ઓડીટ કંપનીના કલ્ચર સાથે ડાયરેકટ કનેકટેડ છે.

વકતા ડો. પરેશ કારીયાએ વધુમાં જણાવેલ હતું કે કોઇપણ બિઝનેશની સફળતા કે નિષ્ફળતા તેના કસ્ટમર પર આધારીત છે.  એ પણ એચઆરડી ઓડીટનો એક ભાગ છે. કોઇપણ બિઝનેશ કે કંપનીનો સૌથી અગત્યનો વિભાગ એચઆર છે. એચઆરડી ઓડીટ એ એચઆર વિભાગનું સ્ટ્રકચર, સ્ટ્રેટેજીસ, સીસ્ટમ્સ, સ્ટાઇલ, સ્કીલ્સ અને કલ્ચર આ બધી બાબતોનું મૂલ્યાકન કરે છે.

એચઆર મેનેજમેન્ટ અને એચઆર ફંકશનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવાનું કામ એચઆરડી ઓડીટ કરે છે. આદિત્ય બિરલા ગ્રુપ, એલ એન્ડ ટી, ગુજરાત ગેસ, એપોલો ટાયર્સ, ભારત ઇલેકટ્રોનિકસ જેવી મોટી મોટી કંપનીઓ એચઆરડી ઓડીટ કરે છે.

કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન શ્રી દિપકભાઇ સચદેએ કરેલ હતું. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવનીંગ બોડીના સભ્ય ડો. નિમેષ રાજપૂત, નિવૃત ડેપ્યુટી લેબર કમીશ્નર શ્રી વી. કે. શાહ, એસબીઆઇના નિવૃત ચીફ મેનેજર શ્રી પ્રહલાદભાઇ ગોહેલ, હરિભાઇ પરમાર તથા એચજે ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. મીરેકલ કન્સલ્ટન્સી, ઇપીપી કમ્પોઝીટસ પ્રા. લી., એકસપ્રેસ ઇલેકટ્રો એલીવેટર્સ કંપની, પ્રોજેકટ લાઇફ તથા વિવિધ કંપનીના અધિકારીઓ તેમજ સનશાઇન કોલેજ અને ગીતાંજલી કોલેજ તથા અન્ય કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહૃયા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકજીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.

(1:13 pm IST)