Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કાલે જનરલ બોર્ડઃ પ્રિ-મોન્સુન કામગીરી પ્રશ્ને બોલશે તડાપીટ

ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા કુલ ૬૩ પ્રશ્નો રજૂઃ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પ્રશ્નની ચર્ચા થશેઃ મવડી બ્રિજ, સાધુ વાસવાણી રોડની લાયબ્રેરીનાં નામકરણ સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય કરાશે

રાજકોટ, તા. ૧૨:  મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ  આવતીકાલે તા.૧૩ ઓગેસ્ટ મંગળવારનાં રોજસવારે ૧૧ વાગ્યે યોજાનાર છે.આ જનરલ બોર્ડમાં ભાજપના ૧૪ કોર્પોરેટરોએ પુછેલા ૨૭ જેટલા અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરોએ પુછેલા ૩૩ જેટલા એમ કુલ ૨૭ કોર્પોરેટરો પુછેલા ૬૩ પ્રશ્નોની ચર્ચા થનાર છે. જો કે બોર્ડમાં પ્રશ્નોત્તરીનો સમય માત્ર એક કલાક હોય છે. તેમજ વિવિધ પ્રોજેકટનાં નામકરણ સહિત કુલ ૮  દરખાસ્તો અંગે નિર્ણયો લેવામાં આવશે. નોંધનીય છેકે, શનીવારે ભાર. વરસાદમાં તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ છતી થતા ચો તરફ પાણી ભરાયા હતા ત્યારે આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ શાસકો પર તડાપીટ  બોલાવશે જો  કે સૌ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પાણી વિતરણ સહિતનાં ત્રણ પ્રશ્નોની ચર્ચા થશે.  

આ અંગે એજન્ડામાં પ્રસિદ્ધ થયેલ વિગત મુજબ આવતીકાલે મળનાર  જનરલ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના સ્નાનાગાર વિભાગની ''જુનિયર તાલીમ માસ્તર (સ્ત્રી)''ની ૦૭(સાત)ઙ્ગહંગામી જગ્યાઓનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવાના વોર્ડ નં.૦૯માં ચંદન પાર્ક, પેરેડાઇઝ હોલ સામે નવનિર્માણ પામેલ લાઇબ્રેરીનું ''બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી''નામકરણ કરવા તથા ૧૫૦ ફુટ રિંગ રોડ ઉપર મવડી જંકશન ખાતે બનાવવામાં આવેલ બ્રિજનું ''અટલ બિહારી વાજપેયી બ્રિજ'' નામકરણ કરવા સહિતની  ૮ દરખાસ્તોનો નિર્ણય લેવાશે. નોંધનીય છે કે

દરમિયાન કોર્પોરેટરોએ પ્રજાના કુલ ૬૩ પ્રશ્નો જનરલ બોર્ડમાં રજુ કર્યા છે. જેમાં  મનીષભાઇ રાડીયાએ વો.વ./વો.વ.(પ્રોજેકટ),એસ્ટેટ/સ્માર્ટ સિટી, અનીતાબેન ગોસ્વામીએ સુરક્ષા,/દબાણ હટાવ, અંજનાબેન મોરજરીયાએ ગાર્ડન, બાંધકામ/વો.વ, પ્રીતીબેન પનારાએ વેરા વસુલાત, સો.વે.મે./મહેકમ, ઘનશ્યામસિંહ એ.જાડેજા-બાંધકામ, બાંધકામ, ગાર્ડન, હિરલબેન મહેતા-પે એન્ડ પાર્ક, ટી.પી., મનસુખભાઇ કાલરીયા-વેરા વસુલાત/સાંસ્કૃતિ, સો.વે.મે./વો.વ./બાંધકામ, ગાર્ડન/સ્માર્ટસિટી, જાગૃતિબેન ડાંગર-તમામ શાખા, ગાર્ડન,ગાર્ડન, જયાબેન ટાંક-એસ્ટેટ, સેક્રેટરી/કમિશનર ફા.બ્રી/બાંધકામ/વો.વ./ડ્રેનેજ/સો.વે.મે., મુકેશભાઇ રેસકોર્ષ સંકુલ, પારૂલબેન ડેર-મેલેરિયા/આરોગ્ય, તમામ શાખા, સેન્ટ્રલ  સ્ટોર (સ્ટેશનરી)સા.વી.વી., પરેશભાઇ પીપળીયા-ચુંટણી શાખા, રોશની, જયોત્સનાબેન ટીલાળા-સે.વર્કશોપ (મિકે),આરોગ્ય, રાજુભાઇ અઘેરા-વ્યવસાય વેરો, ગાર્ડન, જયમીનભાઇ ઠાકર-સો.વે.મે./ફા.બ્રી/એસ્ટેટ,મહેકમ, દેવુબેન જાદવ-આરોગ્ય/મેલેરિયા/મહેકમ,સે.સ્ટોર, વશરામભાઇ સાગઠીયા-એ.એન.સી.ડી.આવાસ ટેક./ટી.પી./એકાઉન્ટ, અજયભાઇ પરમાર-સે.વર્કશોપ,ટેક્ષ/મહેકમ, સંજયભાઇ અજુડીયા-વો.વ.ડ્રેનેજ/સો.વે.મે.ફા.બ્રી./ગાર્ડન/ટેક,તમામ શાખા/સો.વે.મે./આરોગ્ય/મેલેરિયા., વર્ષાબેન રાણપરા-ટી.પી.બી.આર.ટી.એસ., શિલ્પાબેન-ગાર્ડન, આરોગ્ય, રવજીભાઇ ખીમસુરીયા-તમામ શાખા, દબાણ હટાવ, મહેકમ, ઉર્વશીબા જાડેજા-ટી.પી.સો.વે.મે./બાંધકામ/સે.સ્ટોર,બાંધકામ,રેખાબેન ગજેરા-આરોગ્ય/જી.એ.ડી./સુરક્ષા, તમામ શાખા, તમામ શાખા, સીમ્મીબેન જાદવ-ફા.બ્રી,/એકાઉન્ટ,આરોગ્ય/મેલેરિયા/સો.વે.મે.,તમામ શાખા, અતુલભાઇ રાજાણી-ફા.બ્રી/વો.વ./બાંધકામ/સો.વે.મે., મહેતમ/બાંધકામ, ગીતાબેન પુરબીયા-રોશની, રોશની/ઇ.ડી.પી.સહિતના પ્રશ્નો રજૂ થશે.

(3:42 pm IST)