Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મહિલા મહિલા સશકિતકરણ ક્ષેત્રે ગુજરાતે દેશને નવો રાહ ચિંધ્યો : મૈથીલીજી

અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રાજકોટમાં ઉજવાય રહેલ સ્ત્રી સશકિતકરણ પખવાડીયુ : પ્રવૃત્તિઓથી મૈથીલીજી પ્રભાવિત

રાજકોટ : ગુજરાતે સમગ્ર દેશને મહિલા સશકિતકરણના સંદર્ભમાં એક નવો રાહ ચિંધ્યો હોવાનું ઉતરાખંડ રૂરલ ડેવલોપમેન્ટ સેન્ટર દહેરાદુન સેકટરના ડાયરેકટર મૈથીલીજીએ રાજકોટ ખાતે અખિલ હિન્દ મહિલા પરિષદ યોજીત સ્ત્રી સશકિતકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગતના એક સમારોહમાં સંબોધતા જણાવ્યુ હતુ. આ સમારોહમાં પરિષદના ઝોનલ ઓર્ગેનાઇઝર શ્રીમતી ભાવનાબેન જોશીપુરા અધ્યક્ષ સ્થાને અને અતિથિ વિશેષ તરીકે આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નર શ્રી બારીયા ઉપસ્થિત રહેલ. સુ.શ્રી મૈથીલીજીએ મહિલા સ્વાવલંબન કેન્દ્રની મુલાકાત લઇ વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. સુરક્ષા સેતુના માધ્યમથી થઇ રહેલ મહિલા કલ્યાણની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે મહિલા પરિષદના મંત્રી શ્રીમતી પ્રવિણાબેન જોશી, કોષાધ્યક્ષ આશાબેન મદલાણી, પ્રાધ્યાપક સુનીતાબેન ચોથાણી, ટ્રેઇનર રીટાબેન કાલાવડીયા, ચંપાબેન પિત્રોડા, પુનમબેન વ્યાસ, પ્રફુલાબા ઝાલા વગેરે ઉપસ્થિત રહેલ. સમગ્ર સંચાલન શ્રીમતી કલ્યાણીબેન વછરાજાનીએ કરેલ.

(4:25 pm IST)