Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

રામનાથ મહાદેવ મંદિરખાતે મહાઆરતી કાર્યક્રમ યોજાયો

 રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં રામનાથ મહાદેવ મંદિર, રામનાથપરા, રાજકોટ ખાતે સ્વાતંત્ર્ય પર્વ-૨૦૧૮ની ઉજવણીના ભાગરૂપે રામનાથ મહાદેવ મંદિર, રામનાથપરા ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ.આ મહાઆરતીમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઇ ભારદ્વાજ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઇ પરમાર, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર હિરલબેન મહેતા, પૂર્વ કોર્પોરેટર લીનાબેન રાવલ, વોર્ડ નં.૦૭ પ્રમુખ જીતુભાઈ સેલારા, વોર્ડ મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા, કાળુભાઈ ઓડ, વિનુભાઈ, હેમુભાઈ ચૌહાણ, રમેશભાઈ સિંધવ, વોર્ડ નં.૦૭ યુવા મોરચો શની ત્રિવેદી, દિનેશ સોલંકી, જીતુભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૭ મહિલા મોરચો પ્રમુખ, ડો.ઉન્નતીબેન ચાવડા, પુનીતાબેન પારેખ, સોનલબેન દવે વિગેરે ઉપસ્થિત રહેલ હતા.(૨૩.૧૧)

(4:17 pm IST)