Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મોટા મવા કણકોટ હાઉસિંગ બોર્ડ યોજનાં ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો

તસ્વીરમાં મેગા મેડિકલ કેમ્પનો લાભ લઇ રહેલા દર્દીઓ તથા આયોજકોની ટીમ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.૧૩: ગઇકાલે તા.૧૨ ના રોજ મોટામવા ગામે કણકોટ પાટીયા પાસે હાઉસીંગ બોર્ડ કવાર્ટર ખાતે નિઃશુલ્ક મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત મોટા મવા ગામના ઉત્સાહી અને સેવાભાવી સરપંચશ્રી વિજયભાઇ કોરાટની આગેવાની હેઠળ તથા ઉપસરપંચ પરેશભાઇ મેઘાણી, ગ્રામપંચાયતના તમામ સદસ્યશ્રીઓ તથા જીલ્લાપંચાયત સદસ્યશ્રી સોનલબેન શીંગાળા તથા ગ્રામ આગેવાનોશ્રી ભરતભાઇ શીંગાળા, શૈલેષભાઇ શીંગાળા, બાબુભાઇ શીંગાળાના સેવાયજ્ઞ સહયોગી સફળતાપૂર્વક કરવામાં આવેલ જેમાં ૧૬૨ દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ અપાયો હતો.

મેગા મેડીકલ કેમ્પ અંતર્ગત વિવિધ રોગોની હોમીયોપેથીક સારવાર, લેબોરેટરી તપાસ, ફીઝીયોથેરાપી સારવાર તથા હોસ્પિટલમાં દાખલ કરવા, રહેવા, જમવાની તમામ સારવાર સુવિધાઓ આ  મેગા મેડીકલ કેમ્પમાં કરવામાં આવેલ.

આ નિધન સારવાર કેમ્પમાં ડો.હિતાર્થ મહેતા, ડો. માધવી વાગડીયા, ડો.હાર્દિક વાઘેલા, ડો.પ્રણવ ઠુંમર તેમજ હેત ચિકિત્સક ડો.નીતાબેન ટાંક અને ફીઝીયોથેરાપીસ્ટ કુ.જીજ્ઞાશા નીમાવત અને લેબોરેટરી મા દયાબેન હિરપરા દ્વારા સેવા આપવામાં આવી હતી.

(4:17 pm IST)