Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બુધવારે શ્રી આત્મન ભગવાનનો ૧૦૨મો આવિર્ભાવ મહોત્સવ

રાજકોટના શ્રી રામજી મંદિરે અને ગોંડલમાં બાલાહનુમાનજી મંદિરે વર્ષોથી ચાલી રહેલી રામધુન :પ્રાગટય આરતી- સમુહધુન ભજનો, સંધ્યા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ

રાજકોટ,તા.૧૩: સત્યયુગાવતાર શ્રી આત્મન ભગવાન પ્રેરિત બ્રહ્મમંત્ર 'ઁ ર્હ્રીં રામ જયરામ જયજય રામ'ની અખંડધૂન પ્રલયાત્મક આપત્તીઓના નિવારણ ગૌમાતા સહિત સર્વમૂક પ્રાણીઓની રક્ષા તથા વિશ્વમાં સત્યુગના સંસ્થાપન માટે છેલ્લા ૨૮ વર્ષથી ન્યાલભકત અન્નક્ષેત્ર, ગોંડલ રોડ, રાજકોટ સત્યયુગ શ્રી રામજીમંદિરે ચાલી રહી છે. તેમજ ગોંડલમાં શ્રી બાલા હનુમાનજી મંદિરે છેલ્લા ૩૯ વર્ષથી બ્રહ્મમંત્રની અખંડધૂન ચાલી રહી છે.

શ્રી આત્મન ભગવાનના ૧૦૨ના આવિર્ભાવ મહોત્સવ પ્રસંગે તા.૧૫ને બુધવારે સવારે ૭ કલાકે પ્રાગટ્ય આરતી તથા સવારે ૭ થી ૯ સમૂહધૂન- ભજનો અને સાંજે સંધ્યાઆરતી ૭:૩૦ કલાકે, સમૂહધૂન- ભજનો સાંજે ૭ થી ૧૦ રાખવામાં આવેલ છે.

આવિર્ભાવ મહોત્સવના મંગલપ્રસંગે તેઓશ્રીનો અધ્યાત્મસંદેશ ટૂંકમાં જોઈએ.

સમગ્ર વિશ્વના કલ્યાણમાં જ વ્યકિતનું સર્વોચ્ચ શ્રેય અને વ્યકિતની આધ્યાત્મિક ઉન્નતિમાં જ વિશ્વ વાસ્તવિક પ્રગતિનું દિવ્ય અધ્યાત્મ વિજ્ઞાન આપનાર શ્રી આત્માનભગવાને અમેરીકામાં આંતરરાષ્ટ્રીય કાયદામાં પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કર્યોં હતો. એ સાથે વર્ષોની કઠીન અધ્યાત્મ સાધનાઓ દ્વારા તેઓશ્રીએ કહ્યુ કે પરમાત્માના સત્ય અવતારો ર્હ્રીં ની એટલે કે દૈવી સંપત્તિની અને ઋતની એટલે કે નૈતિક- આધ્યાત્મિક આદર્શોની રક્ષા માટે તથા અનિષ્ટોનું નિર્મૂલન કરવા અને વિશ્વમાં સત્ધર્મની સ્થાપના માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે.

ઈ.સ.૧૯૧૭કકકકકક શ્રાવણ સુદ-૫ના શ્રી આત્મન ભગવાનનો સૌરાષ્ટ્રની ધરતીપર આવિર્ભાવ થયો. ઋતની સ્થાપના માટે,  કરૂણાની આધારશીલા પર સર્વજીવોની રક્ષાર્થે, સર્વવ્યાપક, સત્- સંસ્થાપક, સતધર્મનું વિશ્વનો દિવ્ય પ્રદાન કર્યું. અધ્યાત્મ શું છે? તેની યથાર્થ સમજ આપતા તેઓશ્રીએ કહ્યું-

'સત્યમ્ ચ શિવમ્ ચ શુચિત્વમ્' ।

ઈતિએવ સુંદરમ તદેવ અધ્યાત્મમ્।।

એટલે જે નૈતિક- આધ્યાત્મિક દ્રષ્ટિએ સત્ય છે, કલ્યાણકારી છે અને પવિત્ર છે તેજ વસ્તુ કે વ્યકિત સુંદર છે. એ સત્ સૌંદર્ય જ અધ્યાત્મ છે. એ અધ્યાત્મની પ્રાપ્તિ કેમ થશે? તેના પ્રત્યુતરમાં તેઓશ્રીએ કહ્યું, ''અધ્યાત્મની વિજ્ઞાન અનુસાર આધ્યાત્મિકતાના પાયાના સિધ્ધાંતો- સત્ય- કરૂણા, સત્-કર્તવ્ય, બ્રહ્મમંત્ર જપ (ધ્યાન) તથા બ્રહ્મચર્યાત્મક પવિત્રતાના ચૂસ્તપાલન દ્વારા જ તેવા અધ્યાત્મની પ્રાપ્તિ થવી શકય છે. વિશેષમાં તેઓશ્રીએ કહ્યુ કે જે રીતે તાળુ અને ચાવી વચ્ચેનો સંબંધ રહેલો છે. તેજ રીતે આ સિધ્ધાંતોને અધ્યાત્મજીવન સાથે સંબંધ રહેલો છે. આ સિધ્ધાંતોના પાલન દ્વારા જ અધ્યાત્મજીવનની પ્રાપ્તિ શકય છે અને ત્યારપછી જ માનવજીવનનું એકમાત્ર લક્ષ્ય પરમતત્વ- બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે.''

પરમાત્માના સત્ય અવતારની પ્રાપ્તિ માટે તથા સારાએ વિશ્વમાં સત્યયુગના સંસ્થાપન અને ત્રણેલોકમાં આધ્યાત્મિકતાના સામ્રાજય સાથે ગૌમાતા સહિત સર્વમૂક પ્રાણીઓને રક્ષા માટે જ તેઓશ્રીએ બ્રહ્મમંત્ર 'ઁ ર્હ્રીં રામ જયરામ જયજય રામ'નું વિશ્વને પ્રદાન કર્યું. બ્રહ્મમંત્રનો અર્થ છે, 'ઁ ર્હ્રીં રામ' એટલે મારા ઈષ્ટનો મને સચ્ચિદાનંદ સ્વરૂપે સાક્ષાત્મક થાઓ. 'જયરામ' એટલે સારાએ વિશ્વમાં સત્યયુગનું સંસ્થાપન થાઓ. 'જય જય રામ' એટલે ત્રણેય લોકમાં આધ્યાત્મિકતાનું સામ્રાજય પ્રવર્તોં.

સત્યયુગ સંસ્થાપનમાં પ્રલયમાં સંયોગો વચ્ચે આવતાં તેઓશ્રીનું મુખ્યકાર્ય પ્રલયનિવારણનું બની ગયું. વિશેષમાં તેઓશ્રીએ કહ્યું કે ગૌમાતા સહિત મૂક પ્રાણીઓની અમાપ હિંસાના સામૂહિક પાપકર્મોને કારણે પ્રલયાત્મક આપત્તિઓ વિશ્વભર આવી રહી છે અને તેને અટકાવવાનું આધ્યાત્મિક અમોધશાસ્ત્ર બ્રહ્મમંત્રની અખંડધૂન ઠેકઠેકાણે થવી જોઈએ. એ સાથે તેઓશ્રીએ તત્કાલીન વડાપ્રધાન તથા રાષ્ટ્રપતીને પત્રો દ્વારા સર્વમૂક પ્રાણીઓની બંધારણીય રક્ષા માટે ખાસ અનુરોધ કર્યોં હતો.

વળી દુન્યવીક્ષેત્રે કુશળતા ધરાવતાં લોકો વિવિધક્ષેત્રે નિપુણ હોવા છતાં પણ તેમને માટે સત્ધર્મનું આ સૂક્ષ્મતત્વ સંપૂર્ણપણે સમજવું શકય નથી. તેથી નિર્દોષ પ્રાણીઓ પર થતીં હિંસા અને દેશ પર આવતી આપત્તિઓ વચ્ચેનો સંબંધ તેઓ જોઈ શકે નહી. આવો સૂક્ષ્મ સંબંધતો આધ્યાત્મિક આર્ષદ્રષ્ટાઓ જ જોઈ શકતાં હોવાથી ભુતકાળમાં સંતશ્રી દેવ રહાબાબા તથા શ્રી વિનોબાભાવેએ પણ ગૌરક્ષા માટે ખાસ અનુરોધ કર્યોં હતો. વિશ્વને વિનાશક આપત્તીઓમાંથી બચવા માટે આર્ષદ્રષ્ટાઓના વચનોમાં વિશ્વાસ રાખી અગત્યના નિર્ણયો લેવા એ પ્રવર્તમાન સમયની તાતી આવશ્યકતા છે.

તેઓશ્રીએ વિશ્વને પ્રવર્તમાન ભયંકર વિષમ સંજોગોમાંથી ઉગરવા ગૌમાતા સહિત સર્વમૂક પ્રાણીઓની રક્ષામાટે સક્રીય બનવા તથા ભૂકંપ, અતિવૃષ્ટિ, મહાવાત જેવા વિનાશક આપત્તિઓના નિવારણ માટે અખંડધૂનરૂપ બ્રહ્મયજ્ઞમાં સક્રીય ભાગ લેવોએ આત્મોન્નતિ, વિશ્વકલ્યાણ તથા ઈશ્વરસેવારૂપી ત્રિવેણી સંગમમાં સતત સ્નાન કરવા તુલ્ય છે.

વધુ જાણકારી માટે ભકત સુરેશ મહારાજ મો.૯૪૨૬૪ ૧૯૦૨૮ તથા ભકત રાહુલભાઈ જોષી મો.૯૪૨૬૭ ૧૯૦૨૮

તસ્વીરમાં સર્વેશ્રી મણીભાઈ કોટક, વૈદ્ય મુકુંદભાઈ વ્યાસ, રાહુલભાઈ જોષી, સુરેશભાઈ વોરા અને કિરીટભાઈ પિત્રોડા નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:13 pm IST)