Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ : રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે આયોજન

ઓકટોબરમાં હજારો રઘુવંશી ખેલૈયાઓ વચ્ચે જામશે નવરાત્રીનો રંગ અકિલા : માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન - અર્વાચીન સ્તુતિઓ, દુહા-છંદની રમઝટ

નવરાત્રીના પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે દ્વારા માત્ર લોહાણા સમાજ માટે યોજાયેલા શાનદાર મહોત્સવના દરરોજના ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસનો નિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્ચેની તંદુરસ્ત સ્પર્ધા બાદ કરાશે. અનેક રાઉન્ડના અંતે મોડી રાત્રી સુધી યોજાનારા આ કસાકસીભરી સ્પર્ધામાં, એ ગ્રુપ યુવાનો માટ) અને બી ગુપ (બાળકો માટે), સી ગુપ (સીનીયર સીટીઝન માટે)ને તટસ્થ, અનભવી અને નિષ્ણાંત નિર્ણાયકોની પેનલના નિર્ણય મુજબ વિજેતા ઘોષિત કરાશે. મેગાફાઈનલમાં વિજેતા બનેલા બેસ્ટ ઓફ ધી બેસ્ટ પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોથી નવાજાશે. આ મહોત્સવને રેડીયો પાર્ટનર તરીકે જાણીતું એફ.એમ.જોડાનાર છે.

 

આ રાસોત્સવમાં દરરોજ કોઇપણ પ્રકારના ફિલ્મી ગીતોને બદલે માત્રને માત્ર માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન અર્વાચીન સ્તુતીઓ, દુહા-છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે 'જય આદ્યાશકિત' જાણીતા ભકિતપદથી રાસોત્સવના મંગલાચરણ કરાયા બાદ સમગ્ર ગુજરાતમાં પોતાના સૂર, તાલ અને લયથી જાણીતા બનેલા કલાકારો, સંગીતકાર એરેન્જરના સથવારે સમગ્ર દેશના વિવિધ રાજયોના લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઇન્ટરનેશનલ ફેઈમ કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્ટ્રા તેમજ રસાળ એન્કરીંગ તેમજ ઢોલમાં ખાસ બહારથી આવેલ. કલાકારો ધૂમ મચાવશે. અમે રઘુવંશીનાં છોરા રે' ડાકલા વાગ્યા', ભલા મોરી રામા', ભાઈ ભાઈ માં પાવા તે ગઢથી ઉતરયા રે લોલ ગીતોના સથવારે દરરોજ હજારો ખેલૈયાઓ ભાવવિભોર બનીને ઝુમશે તેમ રઘુવંશી યુવા આગેવાન મિતેશ રૂપારેલીયા (મો.૮૦૦૦૯ ૧૦૦૦૯)એ યાદીમાં જણાવ્યું છે.

રઘુવંશી રાસોત્સવમાં પ્રખ્યાત ગ્રુપની અત્યાધુનીક ૧ લાખ વોલ્ટની ડીઝીટલ સાઉન્ડ સીસ્ટમ રાખવામાં આવશે. વોર્ટેક સ્પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઈંગ સીસ્ટમનાં સથવારે ધૂમ મચાવશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે બેઠા આ મહોત્સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે જાણીતી ચેનલ દ્વારા રાસોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. અકિલા- રઘુવંશી બીટસ. નવરાત્રી મહોત્સવના ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થઈ રહયાં છે.  શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા. ૧૦ થી તા. ૧૯ ઓકટોબર સુધી યોજાનાર અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવના ફોર્મ (૧) રામા ફેશન, ૨૨-જાગનાથ પ્લોટ, મહાકાળી મંદિર મેઈન રોડ (૨) જાનકી પ્રોપોટીંઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૩) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૪) મગનલાલ નાઈઝીમ, રેસકોર્ષ રીંગ રોડ (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ, (૫) અંબીકા ફરસાણ, કોટેચા ચોક (૦) એરટેલ શોપી, સાધુવાસવાણી રોડ (૮) જલારામ ખમણ, એસ. કે. ચોક, ગાંધીગ્રામ (૯) એકતા પ્રકાશન, કોટેચા ચોક નજીક યુનિવર્સિટી રોડ, રાજકોટ, (૧૦) કિશન ઝેરો, યુનિર્વસિટી રોડ, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો. ૯૭૨૭૭ ૦૬૭૦૭, મોઃ ૮૦૦૦૩૮૩૧૬૭, મોઃ ૭૮૭૮૧ ૨૭૯૭૯, મો. ૯૦૬૭૪ ૯૩૪૫૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સુત્રધાર અને રઘુવંશી સમાજના યુવા આગેવાન મિતેશ રૂપારેલીયા (મો.૮૦૦૦૯ ૧૦૦૦૯)ની યાદીમાં જણાવાયું છે.(૩૭.૧૩)

(4:13 pm IST)