Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સુચીત સોસાયટી યોજનાઃ પ્રોપર્ટી કાર્ડમાં રાજકોટ ગુજરાતમાં પહેલા નંબરેઃ ર૮ને કાર્ડ અપાયા

સીટી પ્રાંત-૧ દ્વારા કાર્યવાહીઃ શીરેસ્તેદાર લાવડીયા અને સ્ટાફે કાર્ડ સ્કેન કરી મોકલી દીધી

રાજકોટ, તા., ૧૩: રાજય સરકાર દ્વારા હાલ સુચીત સોસાયટીમાં રહેતા લોકોના મકાનો કાયદેસર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટમાં સંખ્યાબંધ સોસાયટીઓ આવરી લેવાઇ છે. આજે સીટી પ્રાંત-૧ દ્વારા ગુજરાતમાં પહેલા નંબરે સુચીતમાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુની કાર્યવાહી કરાઇ હતી. શહેરની સુચીત ગોવર્ધન સોસાયટીના ર૮ રહેવાસી-પરીવારોને ફોર્મ ભરાવાયા બાદ હુકમો એ નોટીસોની કાર્યવાહી થયા બાદ ઓનલાઇન સીટી સર્વેમાં મોકલી દેવાતા પ્રોપર્ટી કાર્ડની કાર્યવાહી થઇ હતી. શીરેસ્તેદાર શ્રી રાણા-લાબડીયા અને સ્ટાફે કાર્ડ સ્કેન કરી આ કાર્યવાહી કરાવી હતી.

(4:06 pm IST)