Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ એસો. લખેલી કારમાંથી કાનજી કુંભાર દારૂ સાથે પકડાયો

તાલુકા પોલીસે બાલાજી હોલ પાસેથી બે બોટલ સાથે ધરપકડ કરીઃ નશો પણ કર્યો'તોઃ પુના ભણતી દિકરી સંસ્થાની સભ્ય હોઇ જેથી કાર પર લખાણ કર્યાનું કથન

રાજકોટ તા. ૧૩: કાર પર 'ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ એસોસિએશન'નું લખાણ લખીને નીકળેલા કુંભાર શખ્સની તાલુકા પોલીસે દારૂ સાથે ધરપકડ કરી છે.

પોલીસ બાલાજી હોલથી ધોળકીયા સ્કૂલવાળા રોડ પર પેટ્રોલીંગમાં હતી ત્યારે એક બલેનો કાર જીજે૩જેએલ-૨૩૩૩ સર્પાકાર નીકળતાં તેને અટકાવી તલાશી લેતાં ચાલક નશો કરેલો જણાયો હતો. કારમાં તલાશી લેતાં અંદરથી બે બોટલ દારૂ પણ મળતાં પોલીસે નશો કરી કાર હંકારવાનો અને કબ્જાનો ગુનો નોંધ્યો હતો. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ કાનજી નરસીભાઇ મકવાણા (કુંભાર) (ઉ.૪૮-રહે. ભગવતીપરા-૩ રાજકોટ, તથા રંગોલી બંગલોઝ હાઉસ નં. ૧ રામધણ પાછળ મવડી) જણાવ્યું હતું.

કાર પર ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સનું લખાણ હોઇ પોતે આ સંસ્થાનો સભ્ય છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ કરતાં તેણે એવું જણાવ્યું હતું કે પોતે નહિ પણ પુના ભણતી પોતાની દિકરી આ સંસ્થાની સભ્ય છે. દારૂ કયાંથી લાવ્યો? તે અંગે તપાસ થઇ રહી છે. આ શખ્સને સામા કાંઠે પેડક રોડ પર સસ્તા અનાજની દૂકાન છે. બંને પોલીસ કમિશ્નર, બંને ડીસીપી અને એસીપી પૂર્વની સુચના તથા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ જી.એસ. ગઢવી, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, અરવિંદભાઇ કવાડીયા, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, રાહુલભાઇ ગોહેલ, ગોપાલસિંહ જાડેજા, એએસઆઇ અબ્દુલભાઇ બાદીએ આ કાર્યવાહી કરી હતી. (૧૪.૧૮)

(3:59 pm IST)