Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સેલસ હોસ્પીટલમાં ડો. અભિજીત સાલુંકે દ્વારા હાડકાના કેન્સરની ખુબજ જટીલ સર્જરી સફળ

સૌરાષ્ટ્રની યુવતિના ખંભાના હાડકામાં કેન્સરની ગાંઠને કાઢી સિમેન્ટ ભરી ખુબજ અઘરી સર્જરીમાં નિષ્ણાંતોએ મેળવી જવલંત સફળતા

રાજકોટ, તા.૧૩: કેન્સર એટલે કેન્સલ એવી માન્યતા આજે પણ લોકોના મનમાં દ્યર કરી ગઇ છે. કેન્સર ઘણા પ્રકારના હોય શકે છે અને દરેક કેસમાં માણસનું મૃત્યુ થાય તેવું જરૂરી નથી. આજના તબીબી વિજ્ઞાન અને અત્યાધુનિક દવાઓ તેમજ ટેકનોલોજી વડે કેન્સરને દુર કરી શકાય છે. તેમાંય ખુબજ વિકટ હોય છે હાડકામાં થતા કેન્સર. જેની સારવાર લેવા દર્દીઓને અમદાવાદ કે મુંબઇ જવું પડે છે પણ હવે તેની સારવર સૌરાષ્ટ્રમાં રાજકોટમાં રૈયાસર્કલ પાસે આવેલી સેલસ હોસ્પીટલમાં ઉપલબ્ધ બની છે. ગુજરાતમાં હાડકાના કેન્સરના નિષ્ણાંત તબીબો બહુ જ જુજ છે અને તેમાંના બહોળો અનુંભવ ધરાવતા અમદાવાદના ડો. અભિજીત સાલુંકે અને સેલસ રાજકોટના ડો. હિમાંશુ કાનાણીએ તાજેતરમાં સૌરાષ્ટ્રની યુવતિના ખંભાના હાડકામાં કેન્સરની ગાંઠને કાઢી સિમેન્ટ ભરી ખુબજ અઘરી સર્જરીમાં જવલંત સફળતા મેળવી હતી.

 

આ અંગે બહોળો અનુંભવ ધરાવતા સેલસ હોસ્પીટલના ઓર્થોપેડિક સર્જન ડો. હિમાંશુ કાનાણીએ જણાવ્યું હતું કે, હાડકાના કેન્સર થવાના કોઇ ચોક્કસ કારણો હોતા નથી. તે કોઇ પણ ઉંમરે થઇ શકે છે. તેના લક્ષણોમાં દુૅંખાવો, હલન-ચલન ઓછી થવી, દ્યણી વખત કેન્સરગ્રસ્ત હાડકામાં ફ્રેકચર થઇ જવું વગેરે છે. હાડકાનું કેન્સર બહુ ઓછું જોવા મળે છે જે વારસાગત પણ મળી હોય શકે છે. સૌરાષ્ટ્રના દર્દીઓને અત્યાર સુધી તેની સારવાર અર્થે અમદાવાદ કે મુંબઇ જવું પડતું હતું જેની સારવાર હવે રાજકોટની સેલસ હોસ્પીટલમાંજ ઉપલબ્ધ બની છે. ડો. અભિજીત સાલુંકે દર મહિનાના બીજા રવિવારે અહિં સેવા આપવા આવે છે. જેમણે એક યુવતિના ખંભાની જટીલ સર્જરીને સફળ રીતે પાર પાડી હતી. તે યુવતિ ૬ થી ૮ મહિનાથી ખંભાના દર્દથી પીડાતી હતી. નિદાનમાં કેન્સર હોવાનું માલુમ પડતા તેના પર સર્જરી કરાઇ હતી. જે ખુબજ કઠીન હોય છે. જો આવા હાડકાના કેન્સરને નજર અંદાજ કરવામાં આવે તો તે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાઇ જાય છે જે દર્દી માટે જોખમી સાબિત થાય છે.

સેલસ હોસ્પીટલના મેડિકલ ડિરેકટર ડો. ધવલ ગોધાણી એ જણાવ્યું હતું કે, આ સુવિધા અહિં ઉપલબ્ધ કરાવતા અમને આનંદ થાય છે કેમકે હવે સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા નહીં ખાવા પડે. ભવિષ્યમાં વધુ ને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને કટીબધ્ધ છીએ. હાડકાના કેન્સરથી પીડાતા લોકો માટે નિદાનનું મશીન અને ખાસ અત્યાધુનિક ઓપરેશન થિયેટર આવા દર્દીઓ માટે તમામ પ્રકારના સાધનો સહિત અને સુવિધા સહિત અહિં ઉપલબ્ધ કરાવાયા છે. ટુંકમાં કેન્સરથી દ્યભરાવવાની જરૂર નથી કે દુર જવાની જરૂર નથી તેની સારવાર હવે અહિંજ ઉપલબ્ધ બની છે. વધુ વિગત માટે ૮૩૦૬૦૯૯૯૦૦ પર સંપર્ક કરી શકાય છે.(૨૩.૧૪)

(3:40 pm IST)