Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ભારતના સંવિધાનને સળગાવનાર તથા ડો. આંબેડકર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે સખ્ત કાર્યવાહી કરો

રાજયપાલને સંબોધી શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદન

શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા દેખાવો યોજી કલેકટરને આવેદન પાઠવાયું હતું.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૩: શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ નરેશ સાગઠીયા તથા શહેર કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતે કલેકટરને સંબોધી રાજયપાલને આવેદનપત્ર પાઠવી દિલ્હીમાં અમુક રાષ્ટ્રદ્રોહી તત્વો દ્વારા ભારતના સંવિધાનને સળગાવી રાષ્ટ્રદ્રોહ કરનાર અને ડો. બાબાસાહેબ આંબેડકર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે ગત તા. ૦૯/૦૮/૨૦૧૮ ના રોજ દિલ્હી જંતરમંતર ખાતે અમુક રાષ્ટ્રદ્રોહી તત્વો દ્વારા ભારતના સંવિધાનને સળગાવવામાં આવ્યું. આ ઉપરાંત કરોડો લોકોના આસ્થાના પ્રતિક અને ભારતના સંવિધાના નિર્માતા ડો. બાબ સાહેબ આંબેડકર વિશે પણ અશોભનીય અને હિન કક્ષાની અભદ્ર ટીપ્પણી કરવામાં આવી છે. જેના કારણે કરોડો લોકોની લાગણી આહત થઇ છે તથા લોકો લોકો વચ્ચે વિગ્રહ ફાટી નીકળે તથા દેશની લોકશાહી ઉપર જોખમ ઉભુ થાય તે પ્રમાણેની ગુનાહીત પ્રવૃતિ કરવામાં આવી છે. દુર્ભાગ્યપૂર્ણ રીતે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કે કહેવાતા રાષ્ટ્રવાદીઓ દ્વારા કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એક પ્રકારે દેશના સંવિધાનને નષ્ટ કરવાના ષડયંત્રના ભાગરૂપે તાજેતરની દિલ્હીની આ ઘટનાએ પ્રબુધ્ધ નાગરિકોમાં ડરની લાગણી ફેલાવી છે. વિશ્વની સોૈથી મોટી લોકશાહીનું સંવિધાન ઉપર આજે જોખમ ઉભું થયું છે ત્યારે આપ મહામહિમ સ્વતઃ સંજ્ઞાન લઇ ઉપર મુજબની ઘટનાને સેડીશન એકટ અંતર્ગત, પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ઓફ નેશનલ ઓનર એકટ ૧૯૭૧ અને પ્રિવેન્શન ઓફ એસ.સી./ એસ.ટી. એકટ ૧૯૮૯ મુજબ ગુનો નોંધી સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તથા આ કાર્યમાં જે કોઇ લોકો દ્વારા આયોજન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હોઇ એ તમામ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે આપ મહામહિમને સત્વરે જરૂરી આદેશ કરવા વિનંતી છે.

(3:38 pm IST)