Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ભુદેવ સેવા સમિતિ દ્વારા વોર્ડ નં. ૧ માં વૃક્ષારોપણ

અષાઢી બીજના પવિત્ર દિવસે ભુદેવ સેવા સમિતિ દ્વારા વોર્ડ નં. ૧ માં આવેલ ઝાકીર હુશેન પ્રાથમિક શાળા રૈયાધાર ખાતે પર્યાવરણ પ્રેમી ભરતભાઇ કોરોટના સહયોગથી દેશી કુળના ૧૦૧ વૃક્ષો મીઠો લીમડો, ખાટી આંબલી, બોરસલી, પારિજાત, ગુગલ, સરગવો, કરેન, કરંજ, દેશી બદામ સહીતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતુ. આ વૃક્ષારોપણમાં શિક્ષણ સમિતિના સદસ્ય તેજસ ત્રિવેદી, શાળાના શિક્ષકો અને સીવીલ હોસ્પિટલના ડો. રાજેશભાઇ ત્રિવેદી, વોર્ડ નં. ૧ ના કોષાધ્યક્ષ સંદીપભાઇ પંડયા, બ્રહ્મ યુવા અગ્રણી દર્શનભાઇ પંડયા, મયુરભાઇ વોરા, સ્થાનિક અગ્રણીઓ સાથે જોડાયા હતા.

(3:54 pm IST)