Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પ્રમુખપદે સંદીપભાઈ બાવીશી- સેક્રેટરીપદે સંજયભાઈ મણીયારની શપથવિધી

રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા ઈન્સ્ટોલેશન સમારંભ : ડો.નિમિત ઓઝાનું શાનદાર વકતવ્યઃ ડો.સેજલબેન ભટ્ટનું સન્માન

રાજકોટઃ રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન ઈન્ટરનેશનલ લેવલે કામ કરતી સેવાકીય સંસ્થા છે. ઘણા વર્ષોથી પ્રોજેકટસ, શૈક્ષણિક, મેડીકલ, સામાજીક સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે. આ વર્ષના નવા પદાધિકારીઓનો શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ ગયેલ. રોટરીના ડીસ્ટ્રીક ગવર્નર શ્રી સંતોષ પ્રધાનના હસ્તે નવા પ્રમુખ- સેક્રેટરી અને ટીમની શપથવિધિ કરવામાં આવેલ.

નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રી સંદીપભાઈ બાવીશી (મો.૯૪૨૬૧ ૬૫૦૦૦) અને નવા સેક્રેટરી તરીકે શ્રી સંજયભાઈ મણિયાર (મો.૯૩૨૮૨ ૮૭૯૭૬)ને શપથ લેવડાવેલ. નવા બોર્ડ મેમ્બર્સને પણ સંતોષભાઈ પ્રધાન દ્વારા શપથ લેવડાવવામાં આવેલ. જેઓ ઈન્સ્ટોલેસન ઓફિસર તરીકે ઉપસ્થિત રહી આ કામગીરી કરેલ.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ. ગત વર્ષના પ્રમુખ શ્રી દિનેશભાઈ જીવરાજાનીએ વેલકમ સ્પીચ આપેલ. ત્યાર બાદ ગર્વનરશ્રીએ આ વર્ષ દરમિયાનની કરવાની કામગીરી વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમના મુખ્ય વકતા તરીકે ડો.નિમિત ઓઝા હતા. તેઓ સારા વકતા ઉપરાંત સારા યુરોલોજીસ્ટ છે. તેઓના પુસ્તકો પણ ખૂબ જ પ્રખ્યાત છે, તેઓ ખાસ ભાવનગરથી આવેલા અને સ્પીકર તરીકે ખૂબ સુંદર વકતત્વ આપેલ.

'શ્વાસની સેરેન્ડીપીટી' થોડીવાર શ્વાસને થંભાવી દેજો. સહજ શૈલીમાં સુંદર ઉદાહરણો સ

ાથે જીવનમાં ઉપયોગી વાતો કરેલ. તમારો શ્વાસ, હૃદયના ધબકારાઓ જયાં સુધી ચાલે છે. ત્યાં સુધી ખુશીથી જીવો માર્મિક શૈલીમાં જીવનના મુલ્યોની વાતો કરેલ.

આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર જીનેશભાઈ ખીમાસિયા, એ.જી.જીજ્ઞેશભાઈ અમૃતિયા, રોટરી કલબ રાજકોટ મીડટાઉનના PDG ડો. લાલ રાઠોડ, PDG દિપકભાઈ અગ્રવાલ વિ.ઉપસ્થિત રહેલ.

આ વર્ષ દરમિયાન રોટરી ડીસ્ટ્રીક ૩૦૬૦ના  TRF કોઓર્ડીનેટર તરીેક કલ્પરાજભાઈ મહેતાની નિમણુંક થતા તેમનું પણ સન્માન કરવામાં આવેલ. ડો.સેજલબેન દર્શનભાઈ ભટ્ટે માઈક્રોમાઈસીસના ફ્રી ઓપરેશનો કરેલ તેનું સન્માન કરવામાં આવેલ.

રોટરી સાયકલ કલબ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના કપરા સમયમાં પણ સાયકલો ફનનું આયોજન કરવામાં આવેલ. આ માટે કલબ વતી પ્રોજેકટ ચેર.દિવ્યેશભાઈ અઘેરા અને ચેરપર્સન નીતાબહેન મોટલાનું સન્માન કરવામાં આવેલ.

ઉલ્લેખનિય છે કે રોટરી કલબ રાજકોટ મીડટાઉન ૨૭ વર્ષથી સેવાકીય કાર્યો કરે છે. ગુજરાતમાં પ્રથમ ડાયાબીટીસ સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. ડોલ્સ મ્યુઝીયમ, લાયબ્રેરી, રોટરી ડેમ બહેનોને પગભર કરતી સંસ્થા સ્વાશ્રય, પ્રિ.ઈંગ્લીશ મીડીયમ સ્કુલ (ફ્રી ઓફ ચાર્જ), સ્કોરશીપ યોજના, કાનના મશીન વિતરણ અને ફ્રી ઓપરેશન કેમ્પ જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરે છે.

કાર્યક્રમનું સંચાલન ડો.જતિનભાઈ મોદીએ કરેલું આભાર દર્શન સેક્રેટરી સંજયભાઈ મણિયારે કરેલ.

(3:48 pm IST)