Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ટાગોર રોડ પરથી ૪૮૦ બોટલ દારૂ ભરેલી વેન સાથે અલ્ફાઝ સૈયદને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો

ભગીરથસિંહ, ઉમેશભાઇ, દિપકભાઇ, જયપાલસિંહની બાતમી પરથી પીએસઆઇ સાખરા અને ટીમની કામગીરી : છુટક ડ્રાઇવીંગ કરતાં શખ્સનું રાજસ્થાનથી દારૂ ભરી લાવ્યાનું રટણ

રાજકોટ તા. ૧૩: શહેરના ટાગોર રોડ ઉદ્યોગનગર જીઆઇડીસી મેઇન રોડ પર મેલડીમાતાના મંદિર નજીકથી રૂ. ૧,૪૪,૦૦૦નો ૪૮૦ બોટલ દારૂ ભરેલી મારૂતી વેન સાથે એક શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો છે.

પોલીસે ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે ૨૫ વારીયા કવાર્ટરમાં વનરાવન ગોૈશાળા પાસે હિતેષભાઇ પરમારના મકાનમાં ભાડેથી રહેતાં અલ્ફાઝ હાસમભાઇ સૈયદ (ઉ.૧૯)ને પકડી લઇ જીજેડીડી-૧૬૦૧ નંબરની મારૂતિ વેન પણ કબ્જે કરી છે. દારૂ અને વેન મળી રૂ. ૨,૪૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અફઝલ છુટક ડ્રાઇવીંગ કામ કરે છે. રાજસ્થાનથી આ દારૂ ભરી આવ્યાનું રટણ કરતો હોઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ એસ. વી. સાખરા, હેડકોન્સ. ધીરેનભાઇ માલકીયા, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, દિપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી. બાતમી ભગીરથસિંહ, ઉમેશભાઇ, દિપકભાઇ અને જયપાલસિંહને મળી હતી.

(3:15 pm IST)