Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

માર્કેટીંગ યાર્ડ પાછળ કવાર્ટરમાં જુગાર રમતા પિતા-પુત્ર સહિત ૬ ઝડપાયા

બી ડીવીઝન પોલીસનો દરોડોઃ કવાર્ટર માલીક મનસુખ તથા પુત્ર હર્ષદ, વિરાજ અને વિશાલ, હિતેષ અને યોગેશની ધરપકડ

રાજકોટ તા.૧૩ : માર્કેટીંગયાર્ડ પાછળ આવેલા હુડકો કવાર્ટરમં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે બીડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડ પાછળ હુડકો કવાર્ટર ઇ/ર/પ૪ નંબરના કવાર્ટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.બી. કોડીયાતર તથા હેડ કોન્સ સલીમભાઇ માડકા, કોન્સ હેમેન્દ્રભાઇ વાઘીયા સહિતે દરોડો પાડી જુગાર રમતા કવાર્ટર માલીક મનસુખ પાચાભાઇ સીતાપરા (ઉ.૪૪) તથા બે પુત્ર હર્ષદ સિતાપરા(ઉ.ર૧) તથા આર.ટી.ઓ પાછળ શ્રીરામ સોસાયટી શેરી નં.૩ ના વિશાલ નવઘણભાઇ બરોઘણા (ઉ.રપ), નરસિંહનગર સોસાયટી શેરી નં.૭ ના હિતેશ મુકેશભાઇ રાઠોડ (ઉ.ર૭) અને માર્કેટયાર્ડ પાછળ હુડકો કવાર્ટર પાણીના ટાંકા પાસે રહેતા યોગેશ ધીરૂભાઇ પરમાર (ઉ.ર૩)ને પકડી લઇ રૂ.૭,પ૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(3:12 pm IST)