Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રામનાથપરા મુકિતધામ દ્વારા ૪૨૦૦ અસ્થિઓનું સમૂહ પૂજન : ગુરૂવારે હરિદ્વારમાં વિસર્જન

રાજકોટ : મહાનગરપાલિકા નિર્મિત સરગમ કલબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથપરા મુકિતધામ ખાતે જાન્યુઆરી ૨૦૨૧ થી જુન ૨૦૨૧ સુધીમાં ૪૨૦૦ લોકોને અગ્નિદાહ અપાયો હતો. તેમના અસ્થિ પૂજનનો એક સામુહિક કાર્યક્રમ તાજતેરમાં રાખવામાં આવ્યો હતો. બ્રાહ્મણોની શાસ્ત્રોકત વિધિ સાથે મૃતકોના સ્વજનોએ આ પૂજનનો લાભ લીધો હતો.  બાદમાં હવે આ અસ્થિઓનું તા. ૧૫ ના ગુરૂવારે હરદ્વાર ખાતે દરકે મૃતક વ્યકિતનું નામ બોલી બોલીને વિસર્જન કરાશે. સરગમ કલબના હોદેદારો સ્વખર્ચે અસ્થિ વિસર્જન કરવા હરીદ્વાર જતા હોવાનું સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાની યાદીમાં જણાવાયુ છે. સમગ્ર અસ્થિ પૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મુકિતધામના ઇન્ચાર્જ રમેશભાઇ અકબરી સાથે મનસુખભાઇ ધંધુકીયા, દીપકભાઇ શાહ, કૌશિકભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ શેઠ, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, પ્રફુલભાઇ પરમાર, શ્યામભાઇ પાણખાણીયા, લેડીઝ કલબના ગીતાબેન હીરાણી, મધુરીકાબેન જાડેજા, જયશ્રીબેન વ્યાસ, અલ્કાબેન ધામેલીયા, વંદનાબેન પાણખાણીયા, મીનાક્ષીબેન જોશી, ચેતનાબેન સવજાણી તેમજ કમીટી મેમ્બરે વ્યવસ્થા સંભાળી હતી.

(3:08 pm IST)