Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

બાલભવન દ્વારા રમત ગમત સ્પર્ધા

 દર શનિવારે અવનવા રમત ગમતના કાર્યક્રમો સાથે બાળ સભ્યોને મોજ કરાવતા બાલભવન દ્વારા આ શનિવારે બાળકોની વય પ્રમાણે સંગીત ખુરશી, મંકી બોલ, કોઇન કલેકશન, બોમ્બ ફુટયો જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જેમાં સંગીત ખુરશીમાં દિવ્યાંશ રાઠોડ પ્રથમ, રાહી નાગરેકર દ્વીતીય, રૂદ્રા પોપટ તૃતિય, મંકી બોલ સ્પર્ધામાં વિવેક દાસાણી પ્રથમ, આયુષ પીઠડીયા દ્વીતીય, સાંચી રાચ્છ તૃતિય, કોઇન કલેકશનમાં વૃષ્ટી પોપટ પ્રથમ, દિશિતા પરમાર દ્વીતીય, રિધ્ધી રાજાણી તૃતિય, બોમ્બ ફુટયો સ્પર્ધામાં ભાગ્ય ખુદાઇ પ્રથમ અને ધ્વનીલ પીઠડીયા દ્વીતીય વિજેતા જાહેર થતા ઇનામો અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ.

(3:08 pm IST)