Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અસહ્ય મોંઘવારી સામે કોંગ્રેસની સાયકલ યાત્રા : પ્રમુખ સહીત ૨૦ની અટકાયત

મોંઘા કર્યા પેટ્રોલ -ડીઝલના દામ ભાજપે આપ્યા પ્રજાને ડામ : યાજ્ઞિક રોડથી ગુંદાવાડી સુધી અશોક ડાંગર, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં જબ્બર સાયકલ રેલી સંપન્ન : તમામ આગેવાનોએ 'મોંઘવારી પ્રશ્ને વાચા આપવા' સાયકલ વિરૂધ્ધ પ્લેકાર્ડ લગાવાયા

કોંગ્રેસે સાયકલ રેલી યોજ્યાં બાદ પોલીસે પ્રમુખ સહીતનાં આગેવાનોની અટકાયત કરી તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ,તા. ૧૩ : દેશભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવોમાં અસહ્ય વધારો થતા તેના કારણે અન્ય ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. અને પ્રજા સમક્ષ મોંઘવારીનો રાક્ષસ ધુણવા મંડ્યો છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઠેર -ઠેર મોંઘવારી પ્રશ્ને આંદોલનો થઇ રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા, અશોકસિંહ વાઘેલાની આગેવાની યોજી. મોંઘવારી સામે મજબુત લડત આપવા નગરજનોને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. પ્રમુખ અશોક ડાંગર સહીત ૨૦ આગેવાનો કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ સાયકલ રેલી સર્વેશ્વર ચોક થી ડો. યાજ્ઞિક રોડ થી ભીલવાસ ચોક થી મોટી ટાંકી ચોક થી લીમડા ચોક થી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચોક થી આલ્ફ્રેડ હાઈ સ્કુલ થી જયુબેલી ચોક થી નાગરિક બેંક ચોક થી પરાબજાર થી ધર્મેન્દ્ર રોડ, થી લાખાજીરાજ રોડ થી દીવાન પરા રોડ થી સ્વામિનારાયણ મંદિર થી પેલેસ રોડ થી ગુંદાવાડી ચોક થી રામજી મંદિર – ગોપાલ ચોરો ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

આ રેલીમાં પ્રદીપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, ભાનુબેન સોરાણી, ભાર્ગવ પઢીયાર, નિલેશભાઈ મારૃં, હિરલ રાઠોડ, સોનલબેન ભાલોડી, દિલીપભાઈ આસવાણી, સંજયભાઈ અજુડિયા, નારણભાઇ હીરપરા, મૌલેશભાઈ મકવાણા, હરદીપ રાઠોડ, રણજીત મૂંધવા, કેતન જરીયા, કેતન તાળા, અજિતભાઈ વાંક, ગોપાલ બોરણા, મુકેશ પરમાર, રવિ ડાંગર, જગદીશભાઈ સાગઠિયા, પ્રવિણભાઈ સોરાણી, સુરેશભાઈ ગરૈયા સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

(3:49 pm IST)