Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મોરબી રોડ પરના આધુનિક કોવિડ કેર સેન્ટરની મુલાકાતે ઉદિત અગ્રવાલ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસ વધતા જતા કેસને લઇને મોરબી રોડ પર આવેલ કોમ્યુનિટી હોલમાં અતિ આધુનિક કોવિડ કેર તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર અતિ આધુનિક પુઠાના ૭૦ બેડનું કોરોના કેર સેન્ટર ઉભું કરાયું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કોરોના કેર સેન્ટરની મુલાકાત લઇ વિવિધ સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. તે વખતની તસ્વીર (તસ્વીર : અશોક બગથરીયા)

(3:57 pm IST)