Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

કોરોનાના મૃત્યુના આંકડા છુપાવાય છે,ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષની રાવ

આરોગ્ય અધિકારી પર પાદરિયાની તડાપીટ : વિવિધ મુદ્દે માહિતીમાંગી

રાજકોટ, તા. ૧૩ : જિલ્લા પંચાયતતના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ કારોબારી અધ્યક્ષ બનેલા કે.પી. પાદરિયાએ જિલ્લાનું વહીવટી તંત્ર કોરોનાના આંકડા છુપાવતુ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીને ફરી નિશાન પર લીધા છે.

ઙ્ગપાદરિયાએ આજે પંચાયત ખાતે મીડિયાના પ્રતિનિધિઓને જણાવેલ કે લોકોમાં કોરોનાનો ભય વધુ છે. તે ઓછો કરવા ગામડે અને તાલુકા મથકોએ કોરોના સારવાર યુનિટ શરૂ કરવા જોઇએ. કોરોના લક્ષણ દેખાય અને પોઝિટીવ આવ્યા પછી મૃત્યુ પામે તો તંત્ર બીજી બીમારીના કારણે મૃત્યુ પામ્યાનું જાહેર કરે છે. જો બીજી બિમારીથી મૃત્યુ થયું હોય તો કોરોનાના દર્દી શા માટે ગણ્યા ? બીજી બીમારીની પહેલા તપાસ કેમ ન કરી ? તંત્ર કોરોનાના કારણે થતા મૃત્યુના આંકડા કેમ જાહેર કરતુ નથી તે સમજાતુ નથી. મે. જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્ર પાસે એક મહિના પહેલા વિવિધ મુદ્દાઓની માહિતી માંગેલ તે હજુ આપી નથી.

કે.પી. પાદરિયાએ આયુષ્ટમાન ભારતના કાર્ડ કાઢવાના પ્રકરણમાં છુટા કરાયેલા ઓપરેટરો, જવાબદાર અધિકારીનું નામ, છેલ્લા એક વર્ષમાં આરોગ્ય કર્મચારીઓની બદલી, જેમ તથા ૩ ભાવથી કરાયેલ ખરીદી, બાયોમેડીકલ વેસ્ટ એજન્સીની કામગીરીની મુદત, આરોગ્ય કર્મચારીઓના બાકી પ્રવાસ ભથ્થા વગેરે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભંડેરી પાસે લેખિત માહિતી માંગી છે.

(3:47 pm IST)